નહેર કિનારે ઊભી રહી સેલ્ફી લઇ રહી હતી આ મહિલા, અચાનક થયુ એવું કે ઉડી ગઇ બધી રંગત, વીડિયો થયો વાયરલ

સેલ્ફીનો ક્રેઝ યુવાનોમાં વધુ જોવા મળી રહ્યો છે. તેઓ કોઇ પણ પ્રસંગ હોય સેલ્ફી લેવાની તક ગુમાવતા નથી, પરંતુ ક્યારેક સેલ્ફી લેતી વખતે એવું કંઇક બની જતુ હોય છે કે જે જોઇ તમે તમારુ હસવું નથી રોકી શકતા. આવું જ કંઈક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. જ્યાં એક યુવતી કેનાલના કિનારે ઊભી રહીને અલગ-અલગ પોઝમાં સેલ્ફી લઈ રહી છે. આ દરમિયાન તેનું નિયંત્રણ બગડી જાય છે અને તે સીધી કેનાલમાં પડી જાય છે.

કેનાલમાં પડી ગયેલી આ છોકરીનો વીડિયો જોઈને તમારું હસવું રોકાશે નહીં. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બ્લુ ડ્રેસ પહેરેલી એક છોકરી હાથમાં ફોન લઈને નહેર કિનારે ઉભી છે. તે તેના ફોનમાંથી અલગ-અલગ પોઝમાં સેલ્ફી લેતી જોવા મળે છે. વીડિયો જોઈને લાગે છે કે તેણે ઘણા ફોટા ક્લિક કર્યા છે, તેમ છતાં તે અલગ-અલગ પોઝમાં સેલ્ફી લેવાનું ચાલુ રાખે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે તે સેલ્ફી લઈ રહી છે ત્યારે તે વારંવાર કૂદી રહી છે અને તેના ચહેરાના હાવભાવ બદલી રહી છે. આ દરમિયાન યુવતીના પગનું સંતુલન બગડી જાય છે અને તે સીધી કેનાલમાં જઈને છપાક થઇ પડી જાય છે. આ પછી તેના ચહેરાના સમગ્ર હાવભાવ બદલાઈ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેનાલમાં પડ્યા બાદ યુવતી ખૂબ જ પરેશાન થઈ જાય છે. કેનાલમાં પડ્યા બાદ તેનો મોબાઈલ અને ડ્રેસ પલડી જાય છે અને તે પછી તે ઝડપથી કેનાલમાંથી બહાર આવે છે.

 

View this post on Instagram

 

A post shared by hepgul5 (@hepgul5)

Shah Jina