7 વર્ષથી છોકરીની હત્યાની સજાના આરોપમાં સજા કાપી રહ્યો હતો યુવક, હવે અચાનક સામે આવી મૃતક પછી થઇ જોવા જેવી

7 વર્ષ પહેલા જે છોકરીની હત્યાના આરોપમાં બિચારો યુવક ગયો હતો જેલ તે મળી જીવિત, સમગ્ર ઘટના વાંચીને મગજ ઘુમવા લાગશે

ગુજરાત સહિત દેશભરમાંથી હત્યાના ઘણા ચકચારી કિસ્સાઓ સામે આવે છે, જેમાં આરોપીઓ પકડાઇ જતા તેમને જેલની સજા પણ થતી હોય છે. પણ હાલમાં હત્યાનો એક એવો કિસ્સો સામે આવ્યો, જેના કારણે પોલીસ પણ આશ્ચર્યમાં છે.એક યુવતિની હત્યા અને અપહરણના ગુનામાં એક યુવક છેલ્લા 7 વર્ષથી જેલમાં બંધ હતો તે યુવતી પોલીસને જીવતી મળી છે. પોલીસને ખબર પડી કે યુવતી તેના પતિ અને બે બાળકો સાથે હાથરસ ગેટ વિસ્તારમાં રહે છે. ઉત્તર પ્રદેશના અલીગઢથી આ કિસ્સો સામે આવ્યો છે.યુવતિની જીવિત હોવાની જાણ થતા જ તરત જ તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

જેલમાં બંધ યુવક વિષ્ણુની માતાએ હવે ન્યાય માટે કોર્ટમાં અરજી કરી છે.વાસ્તવમાં, ગોંડાના ધંથોલી ગામની રહેવાસી સુનીતા વૃંદાવનના ભગવતાચાર્ય સાથે એસએસપીને મળી હતી. તેણે કહ્યું કે તેના નિર્દોષ પુત્રને ગામની છોકરીનું અપહરણ કરીને તેની હત્યા કરવા બદલ જેલમાં મોકલવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવમાં તે છોકરી જીવિત છે અને તેના પતિ અને બે બાળકો સાથે આરામદાયક જીવન જીવે છે. SSPની સૂચના પર પોલીસે આ મામલે કાર્યવાહી કરી અને આરોપી છોકરીની ધરપકડ કરી.પોલીસે જણાવ્યું કે 7 ફેબ્રુઆરી 2015ના રોજ 10માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીના ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ કેસમાં ગામની જ વિધવા અનિતાના એકમાત્ર પુત્ર વિષ્ણુ પર શંકા જાગી હતી. જો કે, ઘણા મહિનાઓ સુધી તપાસ બાદ પણ યુવતીનો કોઈ સુરાગ મળ્યો ન હતો. ત્યાં આગ્રામાં એક બાળકીની લાશ મળી આવી હતી. તેના શરીર પર મળેલા કપડાના આધારે ગોંડાના રહેવાસીના પિતાએ લાશને તેની પુત્રીની ઓળખ આપી અને વિષ્ણુ પર હત્યાનો આરોપ લગાવ્યો.25 સપ્ટેમ્બર 2015ના રોજ પોલીસે વિષ્ણુ પર ચાર્જશીટ દાખલ કરી અને તેને છોકરીને ફસાવવાના અને તેની હત્યા કરીને પુરાવાનો નાશ કરવાના આરોપમાં તેને જેલમાં મોકલી દીધો. વિષ્ણુ થોડા દિવસો માટે જામીન પર બહાર આવ્યો.

પરંતુ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ તેને ફરીથી જેલમાં જવું પડ્યું હતું. આ દરમિયાન વિષ્ણુના પરિવારજનોએ ગુમ થયેલી યુવતિ વિશે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું અને ખબર પડી કે તે જીવિત છે. આરોપ છે કે છોકરીના પરિવારજનોએ સમજૂતી માટે માતા અનીતા પર દબાણ શરૂ કર્યું હતું. વિષ્ણુની માતાની વિનંતી પર પોલીસે યુવતિની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી હતી. વિષ્ણુની માતા અનિતાનો આરોપ છે કે તેના પુત્રને ફસાવવામાં આવ્યો છે. તેના પર સાત વર્ષ પહેલા ગોંડામાંથી એક છોકરીનું અપહરણ કરીને આગ્રાના એતમદૌલામાં તેની હત્યા કરવાનો આરોપ છે.

માતા અનિતાએ કહ્યું કે મારો પુત્ર નિર્દોષ છે, હવે કોર્ટે આ અંગે નિર્ણય લેવો જોઈએ. પુત્રને નિર્દોષ છોડી મુકવો જોઈએ.બીજી તરફ આ કેસમાં ગોંડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે પોલીસ સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે. કોર્ટમાં નિવેદન નોંધ્યા બાદ જ યુવકને જેલમાંથી મુક્ત કરી શકાશે. આ મામલે કાયદાકીય પાસાઓ અને હકીકતો એકત્રિત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, જે કિશોરીની હત્યાના આરોપમાં વિષ્ણુ જેલમાં હતો તે એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. તે તેના પ્રેમી સાથે ભાગીને હાથરસના એક ગામમાં પહોંચી હતી.

Shah Jina