વડોદરા લવ જેહાદનો મામલો: આરોપીએ બળજબરીથી લગ્ન કરીને માતાજીના ફોટા ફાડી નાખ્યા અને….

મોહસીને માતાજીના ફોટા ફાડી, શિવજીની મૂર્તિ ફેંકી અને… યુવતીને ધમકી આપેલી કે જો ‘મુસ્લિમ ધર્મ કબુલ કરી લે નહીં તો…’ જાણો વિગત

ગુજરાતમાં લવ જેહાદને લઈને કાયદો અમલી થઇ ગયો છે, પરંતુ લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા રહે છે અને એમાં પણ વડોદરા આવા કિસ્સાઓનું એપી સેન્ટર બની ગયું હોય તેમ લાગે છે. છેલ્લા એક  જ અઠવાડિયામાં વડોદરાની અંદરથી લવ જેહાદનો આ બીજો કિસ્સો નોંધાયો છે. જેમાં એક 23 વર્ષની પાટીદાર યુવતીને જૂના છાણી રોડ પર રહેતા મોહિબ ઇમ્તીયાઝખાન પઠાણે પ્રેમ જાળમાં ફસાવીને રજિસ્ટર્ડ મેરેજ કર્યા બાદ બળજબરીપુર્વક નિકાહ કર્યા હોવાનું સામે આવી રહ્યું છે.

બળજબરી પૂર્વ યુવતી સાથે નિહાક કર્યા બાદ તેનું નામ પણ માહિરા રાખી દેવામાં આવ્યું હતું. અને એટલું જ નહીં હિન્દુ યુવતીના આસ્થાના પ્રતિક સમાન માતાજીના ફોટા ફાડી નાંખી શિવજીની મૂર્તિ ફેંકી દીધી હતી. મોહિબ પઠાણ અને તેના ભાઇ અને પિતાએ પણ તેની પર ત્રાસ ગુજાર્યો હતો.

આ બાબતે ફતેગંજ પોલીસે ગુનો નોંધી મોહિબ પઠાણ તથા તેના ભાઇ મોહસીન અને પિતા ઇમ્તીયાઝની ગુરુવારે અટકાયત કરી હતી. જેના બાદ તેમને કોર્ટમાં રજૂ કરતાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. મોહીબ અને તેના પરિવાર દ્વારા યુવતીને બુરખો પહેરવા અને નમાઝ પઢવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, મોહિબનો મોટો ભાઈ મોહસિન પણ તેની સાથે અડપલાં કરતો હોવાનું સામે આવી રહ્યું છે.

યુવતી સાથેના સંબંધોમાં મોહીબ અને યુવતીને એક દીકરો પણ થયો હતો, જેનું નામ યુવતીએ શિવ રાખવા ઉપર પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ યુવતીએ હિંમત દાખવી અને ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ પોલીસે આરોપીઓની ધરપકડ બાદ આગળની કર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમના કોરોના ટેસ્ટ કરી  શુક્રવારે ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં આ એક સુવ્યવસ્થિત ષડયંત્ર છે કે કેમ એ અંગેની તપાસ માટે તેમજ આ કૃત્યમાં અન્ય કોઈ ઇસમની ચઢામણી કે સંડોવણી છે કે કેમ એ સહિતના મુદ્દે રિમાન્ડ માગતાં કોર્ટે બંનેના 2 દિવસના મંજૂર કર્યા હતા.

Niraj Patel