ખબર

લોહીથી “I LOVE YOU NIKHIL” લખીને અમદાવાદની હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું

આજકાલ સમાજની નાદાર આપઘાતના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે, રોજ સમાચાર અને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકોના સુસાઇડ કરવાના કિસ્સાઓ સામે આવે છે ત્યારે હાલમાં જ મૂળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદ એલિસબ્રિજની એસએલયુ કૉલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 18 વર્ષીય વિદ્યાર્થિની પલ્લવી પંડ્યાએ મંગળવારે સરકારી મહિલા હોસ્ટેલમાં ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ યુવતીએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં મોટા અક્ષરે લોહોથી “I LOVE YOU NIKHIL” પણ લખેલું હતું, જેના કારણે શંકા સેવાઈ રહી છે કે પ્રેમ ભંગાણના કારણે યુવતીએ મોતને વહાલું કર્યું છે.

ઓનલાઇન કલાસ ચાલતા હોવાના કારણે યુવતી પોતાના ઘરે રહીને જ અભ્યાસ કરી રહી હતી, પરંતુ ચાર દિવસ પહેલા જ તે અમદાવાદ હોસ્ટેલમાં આવી હતી. સોમવારે બપોરે હોસ્ટેલના મહિલા સિક્યુરિટી ગાર્ડે સી બ્લોકમાં પલ્લવીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી. આથી તેમણે હોસ્ટેલના અન્ય લોકોને જાણ કરી હતી. પોલીસે વિદ્યાર્થીની આપઘાત લઈ સ્યૂસાઈડ નોટ કબ્જે કરી હતી.

યુવતીએ આપઘાત પહેલા જે સુસાઇડ નોટ લખી હતી તેમાં તેને લખ્યું હતું કે, “ભાઈ તું મને બહુ વ્હાલો છે. પપ્પા, મમ્મી, બા, બાપુ બધાંય તમારું ધ્યાન રાખજો. ખાસ કરીને નેહા બહેન તું મારા ઘરે રહી લેજે. પ્લીઝ મને ખબર છે તું મારા વગર નહીં રહી શકે પણ પ્લીઝ નેહા પ્લીઝ મારા જેવી બનજે. જીપીએસસીની તૈયારી કરજે અને મારું સપનું તું પૂરું કરજે અને પ્લીઝ હું જતી રહીશ એટલે પ્લીઝ કંઈ બખેડો ના કરતા…પ્લીઝ શાંતિથી મરવા દેજો…પ્લીઝ પ્લીઝ…મારું આખું પરિવાર તમારું ધ્યાન રાખજો અને હજુ ફરીવાર કહું છું, કોઈને કંઈ દોષ ના દેતા પ્લીઝ… હું મારી મરજીથી મરું છું અને ભગવાન મારા મા મેલડીને એટલું જ કહેવું છે કે મા પ્રેમ કરવો ગુનો છે? કેમ કોઈના મા-બાપ કે ફેમિલીવાળા દીકરીને સમજતાં નથી. દીકરીની જાતે શું ગુનો કર્યો છે? બસ માતાજીને આટલું જ મારે કહેવું છે અને મારી નેહાનું બધા ધ્યાન રાખજો મને બહુ વ્હાલી છે. એના સિવાય મને કોઈ ગમતું નથી અને એક મારો ભાઈ મને ગમે છે.”

યુવતીએ આગળ લખ્યું છે, “બસ હવે ખાલી એક માણસ માટે થોડું કહેવું છે. મારી જાન મારી જિંદગી મારો નિખિલ..આઈ લવ યુ જાન. પ્લીઝ નિખિલને વંચાવજો. નિખિલ જાન તું તારું ધ્યાન રાખજે. સિગરેટ ઓછી પીજે અને મમ્મી-પપ્પા કહે ત્યાં મેરેજ કરી લેજે. હવે મમ્મીને હેરાન ના કરતો. પપ્પાને સામું ના બોલતો અને હું ઉપર ભલે જતી રહું, જાન પણ હું હંમેશા તારી સાથે રહીશ જાન. હંમેશા મને મારા ઘરના કહેતા કે જે બહુ વ્હાલું હોય તે વહેલાં મરી જાય… સાચી વાત છે હું બહુ વ્હાલી હતી, નહીં!? ઓકે ચલ બાય અને પ્લીઝ કંઈ બખેડો ના કરતા અને શાંતિથી રોયા વગર મારી દફનવિધિ કરી દેજો…અને હા બાપા માટે, બાપુ હવે દારૂ ના પીતા કેમ કે કહેવાવાળી હું નથી અને તમે કોઈનું માનશો પણ નહીં.”

આ બાબતની જાણ પોલીસને કરતાં એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આવીને તપાસ કરતા પલ્લવીએ ગળાફાંસો ખાધો હતો. તેમજ એક સુસાઇડ નોટ પણ મળી હતી, જેના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.