ગજબનો જુગાડ! ઘરેથી પોપકોર્ન બનાવી ચપ્પલના બોક્સમાં છુપાવીને થીયેટર લઈ યુવતી; જુઓ પછી શું થયું

સિનેમા હોલમાં મોંઘીદાટ પોપકોર્નની કિંમતોને લઈ સામાન્ય લોકો ફરિયાદ કરતા હોય છે. આ મામલે એક મહિલાએ રસપ્રદ રીત અપનાવી, જે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. પોંડિચેરીની એક મહિલા પાયલ નાગરે પોતાના ઘરે બનાવેલા પોપકોર્નને થિયેટરમાં લઈ જવા માટે એક નવી પદ્ધતિ અપનાવી અને તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યે છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 23 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.

થિયેટરમાં મળતા મોંઘા પોપકોર્નથી બચવા માટે પાયલ એક ચતુર યોજના ઘડે છે. તેણીએ ઘરે પોપકોર્ન બનાવ્યાં, અને તેને ચપ્પલનાં બોક્સમાં મૂક્યાં, તેની સાથે સોફ્ટડ્રિંકનું કેન પણ રાખ્યું ત્યારબાદ તેને શોપિંગ બેગમાં છુપાવી દીધું. આ બેગ સાથે પાયલ અને તેના મિત્રે PVR સિનેમામાં પ્રવેશ કર્યો. થિયેટરના સ્ટાફને બેગની અંદર શું છે તેની જાણ ન હતી, તેથી તેઓએ પાયલને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. બાદમાં પાયલ થિયેટરમાં પોપકોર્ન ખાતી જોવા મળી હતી. વીડિયોના કેપ્શનમાં પાયલે લખ્યું છે કે, “PVR કદાચ આ પછી મને બ્લોક કરી દેશે, પરંતુ YOLO (You Only Live One).”

આ વીડિયો પર અભિનેત્રી નરગીસ ફખરીએ પ્રતિક્રિયા આપી 

આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને ઘણા યુઝર્સે પોતાના મંતવ્યો શેર કર્યા છે. આ વીડિયો પર બોલિવૂડ એક્ટ્રેસ નરગીસ ફખરીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેણીએ લખ્યું, “મને તે ગમ્યું! તે નરક જેવું છે, પરંતુ મને તે ગમ્યું. હું જાણું છું કે લોકો હંમેશા મૂવી થિયેટરોમાં ખોરાક લે છે, ન્યુ યોર્ક શહેરમાં તેઓ KFC અને ચાઇનીઝ ફૂડ પણ લઈને આવતા હતા.” સ્વિગી ઈન્સ્ટામાર્ટે પણ આ વીડિયો પર ફની રિએક્શન આપ્યું હતું અને લખ્યું હતું કે, “જો તમે આ બૉક્સમાં સ્નિકર્સ લઈ ગયા હોત તો વધુ મજા આવી હોત.”

વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ

વીડિયો પર હજારો યુઝર્સે તેમની પ્રતિક્રિયાઓ આપી, જેમાં કેટલીક અદ્ભુત અને રમુજી કોમેન્ટ્સ આવી. એક યુઝરે લખ્યું, “હવે અમે પણ આ પદ્ધતિ અપનાવીશું, પૈસા બચાવવાનો બીજો રસ્તો શોધી કાઢ્યો.” બીજાએ કહ્યું, “જો હું સિનેમામાં ખાવાનું લઈ જઈશ, તો શું PVR મને પણ બ્લોક કરશે?”

Twinkle