ચિત્કાર દારૂ ઢીંચેલી યુવતીઓએ પોલીસને ભાંડી બેફામ ગાળો, મોબાઈલ પણ તોડી નાખ્યો, મહિલા પોલીસની રાહ જોતા પોલીસકર્મીઓ ચુપચાપ સાંભળતા રહ્યા, જુઓ વીડિયો

Drunk Girls Abused Policemen : સોશિયલ મીડિયામાં અને સમાચારમાં ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ત્યારે આજે જમાનો પણ બદલાઈ ગયો છે અને ઘણી મહિલાઓ એવી છે જે તેમના મહિલા હોવાનો ફાયદો પણ ઉઠવતી હોય છે. હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કંઈક આવો જ નજારો જોવા મળી રહ્યો છે. દારૂના નશામાં ટુન્ન યુવતીઓએ પોલીસને ગંદી ગંદી ગાળો બોલી અને તેમનો મોબાઈલ પણ તોડી નાખ્યો.

જન્મ દિવસની પાર્ટીમાં આવી હતી યુવતીઓ :

આ ઘટના સામે આવી છે UPના સહારનપુરમાંથી. જ્યાં રેલ્વે રોડ પર એક હોટલમાં જન્મદિવસની પાર્ટી માટે આવેલી યુવતીઓએ દારૂના નશામાં પોલીસકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરતા રસ્તા પર હંગામો મચાવ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સદર બજાર પોલીસે યુવતીઓને મેડિકલ કરાવ્યા બાદ તેમના સંબંધીઓને સોંપી હતી. ઘટના રવિવારે મોડી રાતની છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ યુવતીઓ રેલ્વે રોડ પરની એક હોટલમાં જન્મદિવસની પાર્ટી માટે આવી હતી.

ભીડમાં ગાળો બોલી રહી હતી “

કેટલાક લોકોએ ખોટું કામ થયાનો આરોપ પણ લગાવ્યો, ઘટના સ્થળે ભીડ પણ ભેગી થઇ ગઈ હતી.  આ મામલાની જાણ થતાં સદર બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને જોઈને ત્રણ યુવતીઓ ગુસ્સે થઈ ગઈ અને રસ્તા પર હંગામો મચાવી દીધો. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય મહિલાઓ દારૂના નશામાં હતી અને પોલીસકર્મીઓ સાથે પણ ગંદી ગંદી ગાળો બોલીને હંગામો મચાવ્યો હતો. સ્થળ પર હાજર લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

પોલીસને પણ બોલી ગાળો :

પોલીસે પણ ગાળો બોલી રહેલી આ યુવતીઓનો વીડિયો બનાવ્યો હતો. યુવતીઓએ પોલીસનો મોબાઈલ લઈને પણ ફેંકી દીધો હતો. આ પછી મહિલા પોલીસકર્મીઓને સ્થળ પર બોલાવ્યા બાદ ત્રણેય મહિલાઓને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તબીબી તપાસમાં ત્રણેય દ્વારા દારૂ પીવાની પુષ્ટિ થઈ હતી. આ પછી પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી. સંબંધીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે યુવતીઓને તેમના સંબંધીઓને સોંપી હતી.

Niraj Patel