ન્યુયોર્કમાં અનંત અંબાણીને જોઇ આ યુવતિએ આપ્યા ગજબના પોઝ, વીડિયો શેર કરી પૂછ્યો એવો સવાલ કે લોકો આપી રહ્યા છે મજેદાર રિએક્શન

આ કોણ યુવતી છે જેણે અનંત અંબાણી સાથે ક્લિક કરાવી તસવીર, લોકો અજીબો પ્રશ્ન પૂછવા લાગ્યા, જુઓ તસવીરો

આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે અનંત અંબાણીને ના જાણતો હોય. અનંત અંબાણીનું નામ તો લગભગ બધાએ સાંભળ્યું જ હશે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર અનંત અંબાણી સાથે જોડાયેલી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે. અનંત પોતાના ડોગ સાથે ન્યૂયોર્કના રસ્તાઓ પર ફરવા નીકળ્યો ત્યારે તેને જોયા બાદ એક છોકરી ખૂબ જ એક્સાઈટ થઈ ગઈ અને તેણે અનંત સાથે ફોટો ક્લિક કરાવ્યો.

આ દરમિયાનનો બનેલો એક વીડિયો શેર કરતી વખતે તેણે એવી વાત કહી જેના કારણે પોસ્ટ વાયરલ થવા લાગી. beth_zesu નામના એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો, જેમાં જોવા મળે છે કે એક છોકરી ઉભી છે અને અનંત અંબાણી સાથે ફોટો ક્લિક કરાવી રહી છે. આ પોસ્ટમાં તેણે કહ્યું, ‘મેં જોયું કે લોકો આ વ્યક્તિ સાથે ફોટો ક્લિક કરાવી રહ્યાં છે, એટલે મેં પણ કરાવ્યો. શું તમે જાણો છો કે આ વ્યક્તિ કોણ છે ?’ પોસ્ટમાં આ સવાલ જોયા બાદ તરત જ લોકોએ કમેન્ટ્સ શરૂ કરી દીધી.

એક યુઝરે લખ્યું – તેના લગ્નનો ખર્ચ પાકિસ્તાનના જીડીપી કરતા વધુ છે. અન્ય યુઝરે લખ્યું- આ માણસ તમને અને તમારી 7 પેઢીઓને ખરીદી શકે છે. અન્ય એક યુઝરે લખ્યું- આ વ્યક્તિની માતા એક દેશની જીડીપી એક પ્રી-વેડિંગ શૂટ માટે પહેરી શકે છે. બીજા એક યુઝરે લખ્યું- આ આખું પાકિસ્તાન ખરીદી શકે છે. જ્યારે એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું – તે ભારતના સૌથી ગરીબ માણસનો પુત્ર છે.

 

View this post on Instagram

 

A post shared by Bethany Zesu (@beth_zesu)

Shah Jina