‘મને તમે બહુ ક્યુટ લાગો છો…’ છોકરીએ આપી દીધી ફ્લાઇંગ કિસ, ધીરેન્દ્ર શાસ્ત્રી બોલ્યા- આના ચક્કરમાં જ…

ધીરેન્દ્ર શાસ્ત્રીને એક સુંદર યુવતીએ આપી ફ્લાઈંગ કિસ, ધીરેન્દ્ર શાસ્ત્રી બોલ્યા કે….વાંચો કમેન્ટ બોક્સમાં

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમના નિવેદનો અને દિવ્ય દરબારને કારણે ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ છત્તીસગઢ પહોંચેલા પ્રસિદ્ધ કથાવાચકના સ્ટેજ પર એક છોકરી આવી ગઇ

અને તેણે હજારોની ભીડ સામે ધીરેન્દ્ર શાસ્ત્રીને ફ્લાઇંગ કિસ આપી દીધી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાસ્તવમાં, એક છોકરી ‘દિવ્ય દરબાર’માં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસેથી પોતાનો પરચો કાઢવા આવી હતી.

વાતચીત દરમિયાન તે ધીરેન્દ્ર શાસ્ત્રીને કહે છે, હું તમારી બહુ મોટી ફેન છું. તમે મને બહુ ક્યુટ લાગો છો. આટલા સુંદર કેવી રીતે દેખાવ છો ? આના જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રી માથા પર હાથ રાખે છે અને કહે છે, સુંદરતાના ચક્કરમાં જ આટલો ટ્રોલ થઈ રહ્યો છું.

રોજ મારા લગ્ન થઇ રહ્યા છે, એટલે તો બહેનજી, આ દિવસોમાં શ્રૃંગાર કરવાનું છોડી દીધું છે. ત્યારે સ્ટેજ પર ઘૂંટણિયે બેઠેલી છોકરી કહે છે, તમે શ્રૃંગાર વિના પણ ખૂબ જ સુંદર લાગો છો. આટલું કહીને તે ધીરેન્દ્ર શાસ્ત્રીને ફ્લાઈંગ કિસ આપે છે.

જો કે, સામે બેઠેલી છોકરી સાથે પૂરી વાતચીત દરમિયાન કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રી થેંક્યુ બહેના, થેંક્યુ માય ડિયર સિસ્ટર જ કહેતા નજરે આવે છે. જણાવી દઈએ કે પ્રખ્યાત કથાવાચક ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તાજેતરમાં જ દાવો કર્યો હતો કે છોકરીઓ પત્ર લખીને ધમકીઓ આપી રહી છે કે જો તમે લગ્નની જાન લઇને નહીં આવો તો અમે આત્મહત્યા કરી લઈશું. પોતાની રમતિયાળ અને રમૂજી શૈલીમાં શાસ્ત્રીએ કહ્યું કે આવા ‘લવેરિયા’ પત્રો આવી રહ્યા છે, એટલે એક વીડિયો જારી કર્યો છે કે આવા કૃત્યો ન કરો.

ગુરુ અને માતા-પિતાની પરવાનગી મળતાં જ હું લગ્ન કરી લઇશ અને જલ્દી જ સહેરો સજવાનો છે. જોકે ધીરેન્દ્ર શાસ્ત્રીએ લગ્નની તારીખનો ઉલ્લેખ કર્યો નથી. બાગેશ્વર ધામના પીતાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. તેમણે તેમની માતાને છોકરી શોધવા માટે પણ કહ્યું છે. શાસ્ત્રીએ પોતે પત્રકારો સાથે ચર્ચા દરમિયાન આ વાત કહી હતી.

Shah Jina