IAS બનવાનું સપનું જોતી યુવતીએ કર્યો આપઘાત, હજુ બે દિવસ પહેલા જ પરીક્ષા આપી હતી, પરિવાર માથે તૂટ્યો દુઃખોનો પહાડ

દેશભરમાંથી આપઘાતના ઘણા કિસ્સાઓસામે આવી રહ્યા છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત તરફ વળી જતા હોય છે, છેલ્લા કેટલાક સમયથી યુવા વર્ગમાં આપઘાત કરવાના કિસ્સાઓ વધુ જોવા મળી રહ્યા છે, ત્યારે હાલ એવા જ એક આપઘાતની ખબર આવી છે જેમાં પરીક્ષાના બે દિવસ બાદ જ યુવતીએ ભાડાના ઘરમાં ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવી લીધું.

આ ઘટના બની છે જોધપુરમાં. જ્યાં પ્ર્તીયોગી પરીક્ષાની તૈયારી કરી રહેલી 22 વર્ષની યુવતીએ ભાડાના ઓરડામાં જ ફાંસી લગાવી લીધી. પરિવારજનોને તેની જાણકારી મળતા જ તેમના હોશ ઉડી ગયા હતા. તે તરત જોધપુર પહોંચ્યા. બુધવારના રોજ નરલાઈમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. આ યુવતીએ REETની પરીક્ષા પણ આપી હતી. જેના બે દિવસ બાદ જ એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ તેને ફાંસી લગાવી લીધી.

પ્રાપ્ત માહિતી અનુસાર નરલાઈ ગામની 22 વર્ષીય સુમન કંવર ડોડીયા જોધપુરમાં સરદારપુરા સી એરિયામાં તેની એક બહેનપણી સાથે ભાડાના ઘરમાં રહેતી હતી. બંને પ્ર્તીયોગી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા. સુમનનું સપનું આઈએએસ બનવાનું હતું. તેના પરિવારજનોએ જણાવ્યું કે સુમન બાળપણથી જ ભણવામાં ખુબ જ હોશિયાર હતી. પોસ્ટ ગ્રેજ્યુએશન પછી તેને બી.એડ કર્યું હતું.

સુમન પ્રીતિયોગી પરીક્ષાની તૈયારી કરવા માટે જોધપુરમાં રહેતી હતી. બે દિવસ ગામમાં રહ્યા બાદ તે જોધપુર ચાલી ગઈ. REETની પરીક્ષા પણ આપી. જેના બે દિવસ પછી જ આ ભાડાના ઘરમાં તેને આપઘાત કરી લીધો, આ સમયે તેની બહેનપણી પણ તેના ગામ ગઈ હતી. સુમને આપઘાત કરતા પહેલાની એક નોટ પોલીસને મળી છે.

આ સુસાઇડ નોટમાં તેને 35 વાર એક જ લાઈન લખી હતી. જેમાં તેને લખ્યું હતું કે રિટની પરીક્ષા સારી રહી છે. સિલેક્શન જરૂર થઇ જશે, જય ઓમ બન્ના !” આ ઉપરાંત તેની પાસેથી બીજું કઈ ના મળ્યું. એક જુવાન જોધ દીકરીનું આમ આપઘાત કરી લેવાના કારણે આખો પરિવાર સદમાંમાં છે, હાલ પોલીસ આપઘાત કરવા પાછળના કારણો તપાસી રહી છે.

Niraj Patel