ખબર

અમદાવાદના જુહાપુરમાં રહેતી પરણિતા યુવક સાથે સોલાની હોટલમાં રોકાઈ અને મૃત્યુ પામી, તાપસ કરતા ખબર પડી કે પરિણીતા તો….

ગુજરાતમાં હત્યા અને આત્મહત્યાના ઘણા બધા મામલો સતત સામે આવી રહ્યા છે, ઘણીવાર કેટલાક લોકોના મોતનું કારણ પણ સામે નથી આવતું અને રહસ્યમય સંજોગોમાં તેમની લાશ મળી આવતી હોય છે, હાલ એવો જ એક મામલો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જેમાં એક પરણિત મહિલાનું મોત એક હોટલની અંદર થયું હોવાનું સામે આવ્યું છે. આ મહિલા પરણિત હતી અને એક યુવક સાથે હોટલમાં આવી હતી.

આ બાબતે પ્રાપ્ત થઇ રહેલી માહિતી અનુસાર આ ઘટના અમદાવાદના સોલા વિસ્તારમાં ઘટી હતી. જ્યાં હોટલ લોન્ગ સ્ટેમાં એક મહિલા એક યુવકે સાથે આવી હતી. આ બંને નશાની હાલતમાં હતા. જેના બાદ મહિલાઓએ કોઈ ગોળીઓ ખાઈ લીધી હતી. જેના બાદ તેની તબિયત લથડતા તેનેર સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટના અંગે જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મોતને ભેટનાર મહિલા અમદાવાદના જ જુહાપુરા વિસ્તારમાં રહેતી હતી અને તેની ઉંમર 30 વર્ષ હતી. મહિલા પરણિત હોવાનો પણ ખુલાસો થયો છે. આ મહિલા પરણિત હોવા છતાં પણ કોઈ અન્ય યુવક સાથે સોલાની હોટલ લોન્ગ સ્ટેમાં આવી હતી.

મહિલા સાથે હોટલમાં આવેલો યુવક પણ જુહાપુરા વિસ્તારમાં જ રહેતો હોવાનું સામે આવ્યું છે. બંને હોટલના રૂમમાં આવ્યા બાદ મહિલાએ ગોળીઓ ખાઈ લીધી હતી. ત્યારે મહિલાના પતિએ પોલીસને ઊંઘની ગોળીઓ ખાધી હોવાની વાત જણાવી હતી. આ મામલામાં હવે ઘણા સવાલો પણ ઉભા થઇ રહ્યા છે. ત્યારે પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.