રાજકોટનો યુવાન બન્યો ઇંગ્લેન્ડનો જમાઈ, ગોરી સુંદર યુવતીએ પોતાના પરિવાર સાથે રાજકોટ આવીને ફર્યા સાત ફેરા… જુઓ ફોટા
હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે ઘણા બધા એવા લગ્નો પણ સામે આવી રહ્યા છે કે જેની ચર્ચાઓ પણ ઠેર ઠેર થતી હોય છે. છેલ્લા થોડા સમયમાં જ ઘણા વિદેશી મુરતિયાઓએ ભારત આવીને ભારતીય કન્યા સાથે લગ્ન કર્યા છે. તો ઘણી વિદેશી કન્યાઓ પણ ભારતીય યુવકને દિલ આપી બેઠી અને લગ્ન કરવા માટે ભારત આવી છે અને સાત ફેરા ફર્યા છે.
ત્યારે હાલ એવા જ એક લગ્ન સામે આવ્યા છે રાજકોટમાંથી. જ્યાં ઇંગ્લેન્ડની એક યુવતી રાજકોટના યુવક સાથે લગ્ન કરવા માટે ભારત આવી હતી. રાજકોટમાં આ અનોખા લગ્ન યોજાયા હતા સયાજી હોટલમાં. જ્યાં રાજકોટનો કિશન વેડીયા અને ઇંગ્લેન્ડની ઈલી હીંચિંગ એક બીજા સાથે સાત ફેરા ફરીને ભવો ભવના બંધનમાં બંધાઈ ગયા હતા. આ લગ્ન સમગ્ર હિન્દૂ રીતિ રિવાજ સાથે યોજાયા હતા. આ લગ્નમાં હાજરી આપવા માટે યુવતીના પરિવારજનો પણ ઈંગ્લેન્ડથી રાજકોટ આવી પહોંચ્યા હતા.
આ લગ્નની શરૂઆત રિંગ સેરેમની દ્વારા થઇ હતી. જેમાં ઇંગ્લેન્ડની કન્યા ઈલીએ જણાવ્યું હતું કે તે કિશનને સ્કૂલના સમયથી પ્રેમ કરતી હતી અને હવે તેમનો આ પ્રેમ સંબંધ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યો છે. આ લગ્નથી તે ખુબ જ ખુશ છે. તો વરરાજા કિશને પણ આ લગ્નથી ખુશ હોવાની વાત જણાવી હતી, તેણે એમ પણ જણાવ્યું કે પ્રેમમાં કોઈ સરહદો નથી હોતી અને તે ઈલી સાથે યુકેમાં ભણતો હતો ત્યારે જ તેમની વચ્ચે પ્રેમ થઇ ગયો હતો અને તે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય પણ લઇ લીધો હતો.
આ અનોખા લગ્નમાં સહભાગી બનેલા કન્યાના માતાએ પણ જણાવ્યું હતું તેઓ ભારત અને ખાસ હિન્દૂ સંસ્કૃતિથી ખુબ જ પ્રભાવિત થયા છે અને તેના કારણે જ તેઓ લગ્ન કરવા માટે રાજી થયા છે. તો કન્યાના પિતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે હવે સમય બદલાઈ રહ્યો છે અને આ બદલાતા સમય સાથે દેશની સ્થતિ પણ બદલાઈ રહી છે. આજે વિદેશથી લોકો ભારત તરફ પણ આકર્ષાઈ રહ્યા છે.