ખબર

ટ્યુશનમાં ભાઈને લેવા માટે ગયેલી યુવતી ઘરે પાછી ના ફરી તો પરિવારે નોંધાવી ફરિયાદ, અને પછી જે સામે આવ્યું તે રૂંવાડા ઉભા કરી દેનારું હતું

પુત્રીના ગાયબ થયાની જાણ કરવા લાડલા પપ્પા ગયા પોલીસ સ્ટેશન, પરંતુ ત્યાં જઈને એવી ખબર પડી કે,પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ…..

દેશભરમાં મહિલાઓ અને યુવતીઓ સાથે અત્યાચાર થવાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે, ઘણા લોકો એકલી મહિલા અને યુવતીઓને પોતાની હવસનો શિકાર પણ બનાવતા હોય છે, તો દેશમાં ઘણીવાર બળાત્કારના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. ત્યારે એક એવી જ ઘટના 31 ઓક્ટોબરના રોજ પણ બની જેમાં ટ્યુશનમાં પોતાના ભાઈને લેવા ગયેલી યુવતી પરત ના ફરતા પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવવા ગયો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

આ ઘટના બની હતી રાજસ્થાનના બોરનાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં. પોલીસને યુવતીનું શબ કૂડી ભગતાસની પોલીસ  સ્ટેશન વિસ્તારમાં મળી હતી. સૂચના મળવા ઉપર પોલીસે શબને મોર્ચરીમાં રાખી દીધું હતું. મંગળવારના રોજ પોલીસે શબની ઓળખ કરાવી, મૃતક રેખાની બહેને જણાવ્યું કે તેની સાથે કંઈક ખોટું થયું છે. તેની તપાસ થવી જોઈએ.

(પ્રતીકાત્મક તસવીર)

પરિવારજનોએ બોરાનાડા પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે રેખા જય નારાયણ વ્યાસ વિશ્વ વિદ્યાલયના બીજા વર્ષની વિધાર્થીની છે.  31 ઓક્ટોબરના રોજ તે અભિષેક નગરમાં કોચિંગ કરવા ગયેલા તેના ભાઈને લેવા ગઈ હતી. રેખા પણ ભણાવતી હતી. પરંતુ જયારે તે પહોંચી ત્યારે કોચિંગ ચાલી રહ્યું હતું. જેના કારણે તે પડોશની મહિલા સાથે બેસી ગઈ અને પછી ચાલી ગઈ. ઘણા મોડા સુધી રેખા અને તેનો ભાઈ ઘરે ના પહોંચ્યા. જેના ઉપર રેખાની બહેન લક્ષ્મી ત્યાં પહોંચી તો મહિલાએ જણાવ્યું કે રેખા આવી હતી અને ચાલી ગઈ.

લક્ષ્મીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે થોડું મોડું થઇ જાય તો પણ કોચિંગ વાળા ઘરે ફોન કરી દેતા હતા. પરંતુ તે દિવસે ફોન નહોતો કર્યો. જેના બાદ ત્યાંના સીસીટીવ ફૂટેજ જોવામાં આવ્યા. જેમાં રેખા ત્યાં નજર આવી. પરંતુ બહાર ગયા બાદ ક્યાં ગઈ કોઈને ખબર ના પડી. જો કે તે દરમિયાન એક કાર ત્યાંથી જરૂર નીકળી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

લક્ષ્મીએ કોચિંગમાં ભણાવવા વાળા પારસ સાથે પણ પુછપરછ કરી, તો તેને પણ કઈ ખબર ના હોવાની જ વાત કરી. રેખા પાસે ફોન નહોતો. ઘરવાળા આખો દિવસ તેને શોધતા રહ્યા પરંતુ રેખા ના મળી. જેના બાદ રેખાની માતા ગોપી દેવીએ તેના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. મંગળવારના રોજ બોરાનાડા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે કૂદી ભગતાસની પોલીસ સ્ટેશન વિસ્તારમાં શબ મળ્યું છે. જેના બાદ પરિવારજનોએ શબની ઓળખ કરી. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

(પ્રતીકાત્મક તસવીર)

છેલ્લા થોડા સમયમાં આવી ઘણી ઘટનાઓ આપણી આસપાસ પણ થતી જોવા મળે છે. સમાચાર પત્રો અને મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં પણ આવી ઘણી ઘટનાઓ સામે આવે છે, જેમાં કેટલાક નરાધમો દ્વારા યુવતીઓ અને સ્ત્રીઓને પોતાનો શિકાર બનાવવામાં આવે છે અને તેમની લાજ લૂંટીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે.