દિલ્લીની હોટેલમાં મળી યુવતીની લોહીલુહાણ લાશ, પોલીસે હોટેલના રૂમમાં જોયું તો ચોંકી ઉઠ્યા એવું મળ્યું

4 વર્ષથી હોટેલનો રૂમ બુક હતો…યુવતીનું લોહી લુહાણ લાશ મળી, પોલીસના હાથે એવું એવું લાગી ગયું કે હવે

દેશની રાજધાની દીલ્લીના સાઉથ વેસ્ટના મહિલાપુર વિસ્તારમાંથી હત્યાનો ખુબ જ અરેરાટી  ભર્યો કિસ્સો સામે આવ્યો છે. 27 ફેબ્રુઆરીના રોજ પોલીસને મહિલાપુર સ્થિત હોટેલના એક રૂમમાં યુવતીની લોહી લુહાણ હાલતમાં લાશ હોવાની સૂચના મળી હતી.

મળેલી જાણકારીના આધારે આ યુવતીનું નામ સોનિયા જણાવવામાં આવ્યું છે, જે ગાજિયાબાદની રહેનારી છે.હત્યાની જાણ થતા જ ડીસીપી ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે ગાજિયાબાદનો રહેનારો શિવમ ચૌહાણ અને સોનિયા આગળના ચાર વર્ષોથી એકબીજાના ખાસ મિત્રો હતા. શિવમે તે રૂમ 25 ફેબ્રુઆરીએ બુક કરાવ્યો હતો. પરિવારના કહેવા પ્રમાણે બંને એકબીજા સાથે લગ્ન કરવાના હતા. સોનિયા અવાર-નવાર પરિવારની પરવાનગી લઈને એક-બે દિવસ માટે શિવમ સાથે ઘરની બહાર જતી રહે છે. મૃતકની બહેનોનું માનવું છે કે સોનિયા લગ્ન કરવા માંગતી હતી પણ શિવમ વારંવાર લગ્નની વાતને ટાળતો હતો. એવામાં આરોપ છે કે શિવમ રૂમમાં સોનિયાની હત્યા કરી મૃત શરીરને ત્યાં જ રાખીને ફરાર થઇ ગયો છે.

પોલીસે જણાવ્યું કે મૃત શરીર લોહી લુહાણ હાલતમાં બેડ પર મળ્યું હતું. રૂમમાંથી દારૂની ત્રણ ખાલી બોટલો પણ મળી આવી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી આગળના ચાર વર્ષોથી રૂમ બુક કરાવતો હતો. મૃત શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આરોપી શિવમની શોધખોળ ચાલી રહી છે.

Krishna Patel