બેલ્ઝિયમથી ભારત ફરવા માટે આવેલી આ વેદેશી યુવતી પડી ગઈ ભારતના રીક્ષાવાળાના પ્રેમમાં, સાત સમુદ્ર પાર આવીને ફર્યા 7 ફેરા, જુઓ તસવીરો

પરિવાર સાથે ભારત ફરવા આવી આ વિદેશી યુવતી, રિક્ષાવાળાની ઈમાનદારી જોઈને થઇ ગયો પ્રેમ, 40 લોકો સાથે ભારત આવીને 3 વર્ષ બાદ કર્યા લગ્ન, જુઓ વીડિયો

કહેવાય છે કે પ્રેમ કોઈ બંધનોમાં બંધાતો નથી અને પ્રેમ કોને ક્યારે થઇ જાય એ પણ કોઈ જાણતું નથી. તમે સોશિયલ મીડિયા અને સમાચારમાં ઘણી બધી એવી પ્રેમ કહાનીઓ વિશે સાંભળ્યું અને જોયું હશે જે જે સરહદોના બંધન તોડીને એક બીજાની સાથે ભવ ભવન બંધનમાં બંધાઈ ગયા હોય. ઘણા વિદેશી યુવકો ભારતીય યુવતીના પ્રેમમાં પડે છે તો ઘણી વિદેશી યુવતીઓ ભારતીય યુવકોના પ્રેમમાં પડતી હોવાની કહાની પણ સામે આવતી હોય છે.

ત્યારે હાલ એવી જ એક કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેને પણ બધા જ બંધનો તોડી નાખ્યો અને આ કપલ હાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયું છે. આ અનોખી કહાની સામે આવી કર્ણાટકમાંથી,. જેમાં ત્યાંનો અનંતરાજુ અને બેલ્જીયમની કેમિલી. આ બંને 25 નવેમ્બરના રોજ હમ્પીના વિરુપાક્ષ મંદિરમાં હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે સાત જન્મ માટે એકબીજાના બની ગયા.

30 વર્ષનો અનંતરાજુ રિક્ષા ચલાવે છે સાથે સાથે ગાઈડનું કામ પણ કરે છે, 2019માં કેમિલી તેના પરિવાર સાથે હમ્પી ફરવા માટે આવી હતી. તે સમયે અનંતરાજુ તેનો ગાઈડ હતો. સાથે જ અનંતરાજુએ જ તેમના રોકાવવાની પણ વ્યવસ્થા કરી હતી. કેમિલી જ્યારે ભારત આવી ત્યારે કેમિલી અને તેના પરિવારને અનંતરાજુએ પોતાની ઈમાનદારીથી ખુબ જ પ્રભાવિત પણ કર્યા હતા.

જેના બાદ કેમિલી પોતાના દેશમાં પરત જતી રહી. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે અનંતરાજુના સંપર્કમાં રહી હતી અને બંને વચ્ચે વાતો પણ ચાલતી જ હતી. આ દરમિયાન બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. પરંતુ કોરોના મહામારીના કારણે બંને એકબીજાને મળી શક્યા નહોતા. પર્નાતું થોડા સમય બાદ તેમને પોતાના લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ વિશે એકબીજાના પરિવારને જણાવ્યું અને પરિવાર પણ તેમના લગ્ન માટે રાજી થઇ ગયો.

આખરે 25 નવેમ્બરના રોજ આ બંનેની ધીરજનો અંત આવ્યો અને બંને એકબીજા સાથે લગ્નના બંધનમાં બધાઈ ગયા. કેમિલી તરફઠ્ઠી લગ્નમાં 40 સંબંધીઓ અને તેના મિત્રો પણ આવ્યા હતા. જે અનંતરાજુના પરિવાર માટે પણ ખુબ જ ખાસ હતું. કેમિલીનું કહેવું છે કે બેલ્જીયમથી પરત આવવું અને અનંતરાજુ સાથે લગ્ન કરવા એક બહુ સારો અનુભવ છે. હું તેને પ્રેમ કરું છું.

Niraj Patel