સુરતમાં ઘરની ગેલેરીમાંથી પગ સ્લીપ થતા કિશોરી ત્રીજા માળેથી નીચે પડી, દીકરીને જોતા જ માતા પણ બેભાન
Girl Falls From Third Floor Surat :ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં રોડ અકસ્માત ઉપરાંત આકસ્મિક અકસ્માત પણ થતા જોવા મળે છે. ત્યારે ગત રોજ સુરતમાંથી પણ એક એવા જ અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક 10માં ધોરણમાં ભણતી કિશોરીનો ત્રીજા માળેથી પગ લપસી જતા ઊંધા માથે નીચે પટકાઈ હતી અને આ જોઈને તેની માતા પણ બેભાન થઇ ગઈ હતી, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઈ અને તેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
10માં ધોરણમાં ભણતી હતી કિશોરી :
આ ઘટના બની ગત શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ સુરતની તુલસી પાર્ક સોસાયટીમાં. જ્યાં ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરી ત્રીજા માળેથી નીચે પટકાઈ રહી હતી તેનો વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કિશોરી ઊંધા માથે નીચે પડે છે. તેના હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક વૃદ્ધ લોકો ત્યાં નીચે બેઠા હતા અને ત્યારે જ ધડામ દઈને કિશોરી નીચે પટકાઈ હતી.
માતા પણ જોઈને થયા બેભાન :
કિશોરી નીચે પડતા જ લોકો પણ તેની નજીક પહોંચી ગયા હતા. આ નજારો તેની માતાએ પણ જોયો, પરંતુ માતા તેની નજીક આવતા જ તે પણ બેભાન થઇ ગઈ હતી. જેના બાદ એક મહિલા તે કિશોરીને કોઈની બાઈક પર બેસાડીને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા જોવા મળે છે. હાલ આ કિશોરીની સારવાર નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કિશોરી ધોરણ 10માં અભ્યાસ કરે છે અને તે ગેલેરીમાં ઉભી હતી ત્યારે તેનો પગ લપસી ગયો હોવાનું કહેવાય છે.
CCTVમાં ઘટના થઇ કેદ :
આ સમગ્ર ઘટના સોસાયટીના ગેટ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી, કિશોરીના નીચે પટકાતા ત્યાં બેઠેલા વૃદ્ધો પણ ચોંકી ગયા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જો કે સદ નસીબે તેનું માથું ઉંધી તરફ ના પછાડ્યું નહિ તો કિશોરીનું મોત પણ થઇ શક્યું હોત. હાલ કિશોરી સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે.
Shocking CCTV from Surat: Girl suddenly falls from 3rd floor balcony, rushed to hospital with injuries#surat #cctv #accident #Gujarat pic.twitter.com/TFwMNpK0Ih
— Siraj Noorani (@sirajnoorani) July 31, 2023