અમરેલીમાં વિકૃત પ્રેમીને કારણે પ્રેમિકાએ ટૂંકાવ્યું જીવન, ગુપ્‍ત ભાગે ડામ અને મરચુ…જાણો વિગત

આને પ્રેમી કહેવો કે હૈવાન?: BSCમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં કરી આત્મહત્યા

ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ- અવૈદ્ય સંબંધ કે માનસિક-શારીરિક હેરાનગતિ પણ સામેલ છે. ત્યારે અમરેલીના શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની હોસ્ટેલમાં રહેતી બોટાદની 19 વર્ષિય વિદ્યાર્થિનીના આપઘાતની ખબરે ચકટારી જગાવી દીધી હતી. 19 વર્ષિય અર્ચના તલસાણીયાએ આપઘાત પહેલા એક ચિઠ્ઠી પણ લખી હતી, જેના પરથી સામે આવ્યુ કે વિકૃત પ્રેમીના ત્રાસથી કંટાળી યુવતિએ આપઘાત કર્યો હતો.

ત્યારે આ મામલે મૃતક વિદ્યાર્થીનીના દાદાની ફરિયાદના આધારે બોટાદના આકાશ શિહોરા વિરુદ્ધ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે IPC 306, 506 (2) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી. પ્રાપ્ત જાણકારી અનુસાર, અર્ચના ગજેરા શૈક્ષણિક સંકુલમાં છેલ્લા પાંચ વર્ષથી સાયન્સમાં અભ્યાસ કરતી હતી અને લક્ષ્મી ડાયમંડ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી.

File Pic

અર્ચનાએ આપઘાત પહેલા અંતિમ ચિઠ્ઠીમાં લખ્યુ હતુ કે, હું મારી જિંદગીથી ખૂબ કંટાળી ગઇ છુ અને એટલે આ પગલું ભરી રહી છું. અત્યાર સુધી મે ઘણુ સહન કર્યું પણ હવે નથી થતું. સોરી બા-બાપુજી, પપ્પા મેં તમારાથી એક વાત છુપાવી રાખી હતી કે સિહોરા આકાશ સાથે હું વાત કરતી હતી અને મારા શરીર પર કેટલા ડામ છે એ મને ખુદને નથી ખબર. હવે તે માણસ મારી પર્સનલ જગ્યા પર ડામ દેવાનું કહે છે.

File Pic

તે એમ કહે છે કે તું ડામ દે નહીંતર હું તારા ખરાબ ફોટા ચડાવી દઈશ અને તને બદનામ કરી દઇશ. આગળ તેણે વધુમાં લખ્યુ હતુ કે આકાશે મને કીધું તું કે કોઈ દિવસ ખોટુ બોલતી નહીં છતાં હું બોલું છું કારણ કે મને બીક હતી કે તે મારા કપડા ફડાવી ન નાખે, મને ડામ ન દેવડાવે, મને મરચુ ન નખાવે. આ ઉપરાંત તેણે આગળ એમ પણ લખ્યુ કે હજુ એક વાત હતી જે છુપાવી રાખી હતી કે અમારા લગ્ન 19 ઓક્ટોબર 2022ના રોજ થયા હતા.

Shah Jina