લગ્નની અંદર પ્લેટ ભરીને ખાવાનું ખાઈ રહી હતી યુવતી, અચાનક આવી ગયો કેમેરામેન, પછી થયું કંઈક એવું કે… જુઓ મજેદાર વીડિયો

થાળીની અંદર હાથથી દાળભાત ખાઈ રહી હતી આ યુવતી, અચાનક આવી ગયો કેમેરામેન, જુઓ પછી યુવતીએ શું કર્યું ??

કોઈ લગ્ન અને પાર્ટી જેવા પ્રસંગોની અંદર જમવાનો આનંદ જ કંઈક જુદો હોય છે. ઘણા લોકો એવા હોય છે જે પ્લેટ ભરી ભરીને જમતા હોય છે. પરંતુ છોકરી જમવામાં બહુ શરમાતી હોય છે. પરંતુ આ દરમિયાન એક એવી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે પણ હસવા ઉપર મજબુર થઇ જશો.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ રીલ ઉપર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક યુવતી લગ્નની અંદર જમવા માટે બેઠી છે અને અચાનક તેની સામે કેમેરામેન આવી જાય છે. જેના કારણે તે ખુલીને જમી નથી શકતી. હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આપણે પણ આવા કોઈ પ્રસંગની અંદર જમવા બેઠા હોઈએ અને આપણી સામે કેમરમેન આવી જાય ત્યારે આપણી પણ હાલત કંઈક એવી જ થતી હોય છે. ત્યારે આ યુવતી સાથે પણ એવું જ બન્યું. તે થાળીની અંદર ભાત લઈને હાથથી ખાઈ રહી હતી. તેને અંદાજ પણ નહોતો કે કેરામેન તેની પાસે આવી જશે. જેવો જ કેમેરામેને કેમેરો તેના તરફ કર્યો તે એકમળ  હાથના બદલે પછી ચમચીથી ભાત ખાવા લાગી.  ત્યારબાદ તેને પણ હસવું આવી ગયું.

આ વીડિયો ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે, ઇન્સ્ટા, ફેસબુક, વોટ્સએપ ઉપર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોને જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. પરંતુ ભારતીય જમવાની સાચી રીત અને દાળ ભાત ખાવાની અસલી મજા તો હાથથી જ આવે. પરંતુ આજે પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણના લીધે લોકો ચમચીનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયોને.

Niraj Patel