ઇન્સ્ટાગ્રામે બનાવી દીધી આ 28 વર્ષની છોકરીને સ્ટાર, દર મહિને કમાય છે લાખો રૂપિયા, પોતાની ફરારી કાર પણ ખરીદી લીધી, જાણો કોણ છે તે ?

આજે મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સોશિયલ મીડિયામાં તેમને મોટા પ્રમાણમાં લોકો ફોલો કરે અને તેનું પણ મોટું નામ બની જાય. ઘણા લોકોને સોશિયલ મીડિયા દ્વારા મોટી નામના પણ મળી છે અને ઘણા લોકોને સોશિયલ મીડિયાએ જ સ્ટાર પણ બનાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Alexa Dellanos (@alexadellanos)

આજે ઘણા લોકો સોશિયલ મીડિયાને કમાણીનું સાધન પણ બનાવી લીધું છે અને ઘણા લોકો તો એવા પણ છે જે સોશિયલ મીડિયા દ્વારા લાખો કરોડોનું કમાણી કરી રહ્યા છે. ત્યારે હાલ એવી જ એક છોકરીની કહાની વાયરલ થઇ રહી છે, જે હાલમાં સોશિયલ મીડિયા દ્વારા જ કરોડોની કમાણી કરી રહી છે અને તેને લક્ઝુરિયસ ફરારી કાર પણ ખરીદી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Alexa Dellanos (@alexadellanos)

આ 28 વર્ષીય યુવતીનું નામ છે એલેક્સા ડેલાનોસા. જે ફક્ત ઇન્સ્ટાગ્રામ ઉપર જ કરોડો રૂપિયાની કમાણી કરે છે. રિપોર્ટ પ્રમાણે ફ્લોરિડાના મિયામીની રહેવા વાળી એલેકસા ઇન્સ્ટાગ્રામ ઉપર ફક્ત ગ્લેમરસ તસવીરો અને વીડિયો જ અપલોડ કરે છે. જેના દ્વારા તે 48 લાખ રૂપિયાથી વધારે કમાય છે.

 

View this post on Instagram

 

A post shared by Alexa Dellanos (@alexadellanos)

જો કે એલેક્સા સોશિયલ મીડિયા ઉપરાંત મોડેલિંગમાંથી પણ સારી એવી આવક મેળવે છે. તેની પાસે લકઝરી અને મોંઘી ગાડીઓની ભરમાર છે. હાલમાં જ એલેકસાએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સુપરકાર ફરારી સાથે પોતાની તસવીરો પણ શેર કરી હતી. આ દરમિયાન તેના કપડાં પણ ખુબ જ બ્રાન્ડેડ અને મોંઘા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Alexa Dellanos (@alexadellanos)

એલેક્સાના સોશિયલ મીડિયા પર લગભગ 6 મિલિયન ફોલોઅર્સ છે. તેણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. તે કહે છે કે જો હું પત્રકાર રહી હોત તો આજે સોશિયલ મીડિયામાંથી જેટલી કમાણી કરી છે તે ભાગ્યે જ કમાણી કરી શકી હોત. તેને લક્ઝરી લાઈફ જીવવી ગમે છે. જો કે, ઘણી વખત તેને સોશિયલ મીડિયા પર પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણા યુઝર્સ તેને વાંધાજનક મેસેજ મોકલવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Alexa Dellanos (@alexadellanos)

આ સાથે એલેક્સા હવે મનોરંજનની દુનિયામાં પણ પોતાના માટે શક્યતાઓ શોધી રહી છે.
પરંતુ ફેમસ થયા બાદ એલેક્સાને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ક્યારેક કોઈ તેમને અશ્લીલ મેસેજ મોકલે છે તો કોઈ લગ્નનો પ્રસ્તાવ લઈને ઘરે પહોંચે છે. જો કે એલેક્સા આવા લોકોને બ્લોક કરે છે અથવા તેનાથી દૂર રહે છે.

Niraj Patel