બહારની પાણીપુરી ખાતા પહેલા વાંચી લો આ સમાચાર, 14 વર્ષની બાળકીએ બહારની પાણીપુરી ખાધી અને મળ્યું મોત, જાણો શું થયું હતું ?
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Girl dies in Ahmedabad after eating panipuri outside : આજના સમયમાં બહારની ખાણીપીણીનું ચલણ ખુબ જ વધ્યું છે, લોકો આજે મોટાભાગે ઘર કરતા વધારે બહારનું જ ખાવાનું પસંદ કરતા હોય છે, કારણ કે આજે લોકો પાસે સમયનો અભાવ છે અને ઘણા લોકો બનાવવામાં પણ આળસ કરતા હોય છે/ ત્યારે મહિલાઓ, યુવતીઓ અને છોકરીઓને પાણીપુરી ખાવાની પણ ખુબ જ પસંદ હોય છે, તે જયારે પણ ઘરની બહાર નીકળે ત્યારે પાણીપુરી ખાવાનું જ વિચારતી હોય છે. પરંતુ બજારની પાણીપુરી કેટલી અનહાઇજિનિક હોય છે તે આપણે બધા જ જાણીએ છીએ. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
બહારની પાણીપુરી ખાવાથી બગડી તબિયત :
ઘણીવાર પાણીપુરી ખાવાના કારણે રોગચાળો પણ ફાટી નીકળતો આપણે જોયો હશે, પરંતુ હાલ અમદાવાદમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં 14 વર્ષની બાળકીનું પાણીપુરી ખાવાના કારણે મોત નીપજ્યું છે. આ બાળકોને પાણીપુરી ખાધા બાદ હિપેટાઈટિસ થઈ જતા લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડ્યું હતું. જોકે તેમ છતાં પણ આ માસુમ બાળકી મોતને ભેટી હતી, ત્યારે આ ઘટના બહારની પાણીપુરી ખાતા લોકો માટે લાલબત્તી સમાન છે.
લીવરને થયું નુકશાન :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર બાળકીને પાણીપુરી ખાધા બાદ પેટના દુખાવાની તકલીફ થઇ હતી,જેના બાદ તેના પરિવારજનો તેને ડોક્ટર પાસે લઇ ગયા અને પેટમાં દુખાવાની દવા લીધી હતી, પરંતુ કોઈ ફર્ક પડ્યો નહોતો, જેના બાદ તેને ટેસ્ટ કરાવતા બાળકીને હિપેટાઇટિસ ઈ હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે તેનું શરુર એટલું બધું વકરી ગયું કે તેના લીવરને પણ ભારે નુકશાન પહોંચ્યું હતું. જેના કારણે બાળકીને IKDRC ખાતે દાખલ કરવામાં આવી.
આખરે બાળકી મોતને ભેટી :
આ બાળકીના લીવરને નુકશાન પહોંચ્યું હોવાના કારણે તેના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની ફરજ પડી, જેથી કિશોરીની માતાએ તેના લીવરનો થોડો ભાગ બાળકીને આપ્યો. જેના કારણે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળ થઇ હતી, પરંતુ થોડા જ દિવસમાં પાછી બાળકીની તબિયત થતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે બાળકીના મોતને લઈને IRKDCમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ વડા ડો.પ્રાંજલ મોદીએ કહ્યું કે, “બહારનો ખોરાક ખાતા પહેલા ત્યાંની ચોખ્ખાઈ સહિતની બાબતોનું ધ્યાન રાખવું. વાસી અને ગંદા ખોરાકથી કે સતત જંકફૂડ ખાવાથી પણ સ્વાસ્થ્યને અસર થઈ શકે છે.”
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં