17 વર્ષિય છોકરીએ પ્રેમી સાથે બાંધ્યા સંબંધ અને ગર્ભવતી થઇ તો એવો કાંડ કર્યો કે સાંભળી માથુ ચકરાઇ જશે

ઘોર કળયુગ …17 વર્ષની નાની છોકરીએ માણીને થઇ ગર્ભવતી, માં-બાપથી છુપાવીને રાત્રે YouTube પર…

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં તો લોકો ભાન પણ ભૂલી જતા હોય છે અને ઘણીવાર ના કરવાનું કરી બેસતા હોય છે. હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 17 વર્ષની છોકરીએ એક બાળકને જન્મ આપ્યો. આ છોકરી ગર્ભવતી થઇ તેને બાળક થયુ પણ તેના પરિવારને આ વાતની સહેજ પણ જાણ ન થઇ. છોકરીએ ઘરે જ યુટયૂબ જોઇ બાળકને જાતે જન્મ આપ્યો અને બાળકની નાળ કાપી. આ કિસ્સો સામે આવ્યા બાદ છોકરીના પ્રેમી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

કેરળના મલપ્પુરમમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 17 વર્ષની છોકરી તેના પ્રેમી સાથે કથિત સંબંધ બાંધ્યા બાદ ગર્ભવતી બની હતી અને ઘરમાં યુટ્યુબ વીડિયો જોયા બાદ તેણે બાળકને જન્મ આપ્યો હતો. પરિવારના સભ્યોને તેની જાણ સુધ્ધા પણ ન હતી. છોકરીના પડોશમાં રહેતા 21 વર્ષના છોકરાથી પ્રેગ્નન્ટ થઈ હતી. પોલીસે બુધવારે આ જાણકારી આપી. ત્યાં, આરોપી પ્રેમી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યા પછી, માતા અને બાળકને મંજેરીની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બંને સ્વસ્થ છે.

ઉલ્લેખનીય છે કે, ડિલિવરી પછી 3 દિવસ સુધી તે તેના રૂમમાં જ બંધ રહી હતી. ડિલિવરી પછી ઈન્ફેક્શન થવાને કારણે તેને રૂમમાંથી બહાર આવવું પડ્યું હતુ અને તે બાદ છોકરી અને તેના બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.પોલીસે જણાવ્યું હતું કે છોકરી અને તેના બાળકની સંભાળ આરોપીના પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ પોલિસ તેને બળાત્કારનો કેસ માની રહ્યા છે કારણ કે તે માત્ર 17 વર્ષની છે. યુવકની પોસ્કો એક્ટ અને આઈપીસી કલમ 376 (બળાત્કાર) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ મામલો જિલ્લાના કોટ્ટક્કલ પોલીસ સ્ટેશન હેઠળ આવ્યો છે. 20 ઓક્ટોબરે યુવતીએ પોતાના ઘરે યુટ્યુબ જોઈને બાળકને જન્મ આપ્યો અને તેની નાળ કાપી નાખી.

પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રસૂતિ દરમિયાન તેણે કોઈ બહારની મદદ લીધી ન હતી. તેમણે કહ્યું કે બાળકીના માતા-પિતાને 22 ઓક્ટોબરે બાળકીના રડવાનો અવાજ સાંભળીને ઘટનાની જાણ થઈ. પોલીસે જણાવ્યું કે છોકરી 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેણે તેના દૃષ્ટિહીન માતા-પિતાથી ગર્ભાવસ્થા છુપાવી હતી. યુવતી અને પુરુષ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો અને જ્યારે છોકરી 18 વર્ષની થશે ત્યારે બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે છોકરી અને તેના બાળકની સંભાળ આરોપીના પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે.

Shah Jina