બાઇક ચલાવતા ચલાવતા આ છોકરી ‘પતલી કમરિયા…’ પર કરવા લાગી ડાન્સ, વીડિયો જોઇ લોકો હેરાન

બાઇક ચલાવતા છોકરીએ ‘પતલી કમરિયા…’ પર કર્યો ડાન્સ, વીડિયો જોઇ લોકોએ પકડી લીધુ માથુ

પાકિસ્તાની છોકરી આયશાએ ‘મેરા દિલ યે પુરારે આજા…’ પર એવો ડાંસ કર્યો હતો કે ઇન્ટરનેટની જનતા તેની ફેન થઇ ગઇ હતી. એટલું જ નહિ આ ગીત પર ઘણા લોકો ઇન્સ્ટા રીલ્સ પણ બનાવી રહ્યા છે. પરંતુ હવે પબ્લિકે સ્કૂલની કેટલીક છોકરીઓને સ્વેગથી ભોજપુરી ગીત ‘પતલી કમરિયા મોરી…’ પર નાચતા જોઇ તે હવે મેરા દિલ યે પુકારેને પછાડી પતલી કમરિયા મોરી પર લોકો રીલ્સ બનાવી રહ્યા છે.

જો તમે રીલ્સ સ્ક્રોલ કરો છો અથવા તો રીલ્સ ક્રિએટ કરો છો તો આ ગીતને તમે જરૂરથી સાંભળ્યુ હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક છોકરીનો આ ગીત પર વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે બાઇક ચલાવતા ચલાવતા જોશમાં આ ગીત પર ડાન્સ કરી રહી છે. ખાસ વાત તો એ છે કે છોકરીએ બાઇક ચલાવતા ચલાવતા એક પણ ડાન્સ મૂવ્સ ભૂલ્યા નહોતા, પરંતુ આવું કરવું ખતરાથી ખાલી નહોતુ. કોઇ પણ વાહન ચલાવતા એકાગ્રતા જરૂરી છે,

સાવધાન રહેવું જરૂરી છે. એટલા માટે કહેવાય છે કે સાવધાની હટી દુર્ઘટના ઘટી. પણ વાયરલ વીડિયોમાં છોકરીનો ચાલુ બાઇકે ડાંસ લાપરવાહી ભરેલો કદમ છે. એક નાની ભૂલ પણ છોકરીને અકસ્માતનો શિકાર બનાવી શકી હોત. વાયરલ વીડિયોમાં છોકરી હેલ્મેટ વગર જોવા મળી રહી છે. આ ક્લિપે લઇને યુઝર્સે હેરાની જતાવી છે. યુઝર્સ છોકરીનો આ ખતરનાક સ્ટંટ જોઇ તેના વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

કેટલાકે લખ્યુ કે તેનું ચલાણ થવું જોઇએ, તો કેટલાકે કહ્યુ કે, ભગવાન મને ઉઠાવી લે. ત્યાં કેટલાકે લખ્યુ કે, આવી લાપરવાહી સારી નથી. તમારો જીવ પણ જઇ શકે છે. જોકે, જણાવી દઇએ કે, આ વીડિયોમાં છોકરીની પાછળ 4 સ્કૂટી સવાર છોકરાઓ પણ જોવા મળી રહ્યા છે, જે હાય…હાય… કરતા નજર આવી રહ્યા છે.

Shah Jina