...
   

દીપિકા પાદુકોણના ‘અંગ લગા દે’ ગીત પર આ છોકરીએ કર્યો એવો ડાન્સ કે સોશિયલ મીડિયા પર વીડિયો થઇ ગયો વાયરલ

‘રામ લીલા’ના ‘અંગ લગા દે’ ગીત પર આ પાકિસ્તાની છોકરીએ કર્યો ધાંસૂ ડાન્સ, અદાઓ જોઇ લોકો આયશાને ભૂલી ગયા !

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયોઝ વાયરલ થતા રહે છે. જેમાંના ઘણા વીડિયો તો યુઝર્સના ટેલેન્ટના હોય છે. સોશિયલ મીડિયા પર ડાન્સ વીડિયો લોકોનું વધારે ધ્યાન ખેંચે છે. ત્યારે પાકિસ્તાની ગર્લ આયશા યાદ છે ? જેના ડાન્સ વીડિયોએ ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો હતો.

તેણે બોલિવુડ ગીત ‘મેરા દિલ યે પુકારે આજા…’ પર એટલો મસ્ત ડાન્સ કર્યો હતો કે ઘણા દિવસો સુધી તો ઇન્સ્ટાગ્રામની દુનિયામાં આ ગીત પર જ રીલ્સ બની રહી હતી. ત્યારે હવે વધુ એક પાકિસ્તાની ગર્લનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ છોકરી કોઇના લગ્નમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ ગોલિયો કી રાસ લીલા રામ લીલાના હિટ ગીત અંગ લગા દે રે…પર પરફોર્મ કરી રહી છે.

આ છોકરીએ આ ગીત પર એવો જબરદસ્ત ડાન્સ કર્યો અને એવી ધાંસૂ તેની અદાઓ બતાવી કે લોકો તેના ડાન્સ મૂવ્સ અને એક્સપ્રેશન પર ફિદા થઇ ગયા. આ વીડિયોને natalia.calling નામના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે અને આ વીડિયોને 15 જાન્યુઆરીએ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે ઇન્સ્ટાગ્રામ મને બધુ અપલોડ નહિ કરવા દે પણ આ મારી ટેલેન્ટેડ બેબી સિસ્ટર છે, જેના પર મને ઘણો ગર્વ છે.

 

View this post on Instagram

 

A post shared by Natalia Calling (@natalia.calling)

બસ હું તમારી સાથે આ પળને શેર કરવા માંગુ છુ. અત્યાર સુધી આ વીડિયોને 22 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે અને 2 લાખ 39 હજારથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે. આ સાથે જ સેંકડો યુઝર્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. કેટલાક તો છોકરીના ડાન્સ સ્ટેપ્સના ફેન થઇ ગયા છે, તો કોઇનું દિલ તેના એક્સપ્રેશન પર આવી ગયુ છે.

Shah Jina