‘મને આજે એડમિશન ન મળ્‍યું તો હું શું કરીશ’:રાજકોટમાં ધો.12ની વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટ લખી ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, પિતા મજૂરીકામ તો માતા પ્યૂન છે

ફ્યુચર તો મારું છે ને તેથી… સોરી સોરી… 18 વર્ષની પ્રાર્થનાએ માં-બાપનું વિચાર્યા વગર આત્મહત્યા કરી લીધી, કોલેજ વિશે કર્યો ધડાકો

Rajkot Girl committed Suicide : ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે. કેટલીકવાર તો આવા મામલાઓમાં પ્રેમ પ્રકરણ, તો કેટલીકવાર આર્થિક તંગી કે પછી વિદ્યાર્થીઓ ભણવાના તણાવમાં અથવા તો માતા-પિતાના કંઇક કહી દેવાને કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં રાજકોટના શાંતિનગરમાં આવેલ શ્યામલરાજ એપાર્ટમેન્ટમાં રહેતી એક વિદ્યાર્થીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. 18 વર્ષિય પ્રાર્થના પારેખે સુસાઇડ નોટ લખી ગઇકાલે એટલે કે મંગળવારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

18 વર્ષિય યુવતિએ કરી લીધો આપઘાત
આ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા સીઆરપીસી 174 મુજબ એકસીડન્ટલ ડેથ રજીસ્ટર્ડ કરવામાં આવી છે. પોલીસને પ્રાર્થનાએ લખેલી સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં તેણે લખ્યું છે, ” મને આજે જો એડમિશન ન મળ્યું તો હું શું કરીશ તમને બધાને લાગે હું આખો દિવસ ખુશ રહું છું. તો મને કંઈ ટેન્શન નથી તમારા કરતાં વધારે મને ટેન્શન છે. કારણકે ફ્યુચર તો મારું છે ને તેથી…. સોરી સોરી…” આ લખ્યા બાદ તેણે નીચે તેની સહી કરી અને આપઘાત કરી લીધો.

કોલેજમાં એડમિશન ન મળ્યુ હોવાને કારણે હતી ટેન્શનમાં
જણાવી દઇએ કે, પ્રાર્થનાના પિતા વિપુલ પારેખ ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મૃતક બે બહેન અને એક ભાઈમાં મોટી હતી. પ્રાર્થનાની માતા ખાનગી સ્કૂલમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે. પ્રાર્થનાએ ગયા વર્ષે જ ધોરણ 12ની પરીક્ષા આપી હતી, પણ એક વિષયમાં નાપાસ થતાં તેણે થોડા સમય પહેલા પૂરક પરીક્ષા આપી અને તેમાં તે પાસ થઈ ગઇ. જો કે, હાલ કોલેજમાં એડમિશન લેવાના પ્રયાસો તે કરી રહી હતી પણ એડમિશન ન મળતા તે સતત ટેન્શનમાં રહેતી હતી.

રૂમમાં ગયા પછી બહાર જ ન આવી
પ્રાર્થનાને બીકોમ ઇંગ્લીશ મીડિયમમાં એડમિશન લેવું હતું અને તેના માટે તેણે ધક્કા પણ ખાધા. ગત રોજ પણ તે તેના પિતા સાથે એડમિશન માટેની પ્રક્રિયા માટે જવાની હતી પણ સવારના સમયે કપડાં બદલવાનું કહી તે રૂમમાં ગયા બાદ ઘણા સમય સુધી ના આવી તો પરિવારજનો દ્વારા દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. જો કે, તેણે દરવાજો ના ખોલતા પરિવારજનોએ દરવાજો તોડી અંદર જોયુ તો દીકરી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી.

Shah Jina