જ્યારે બાબા બાગેશ્વરના લંડનમાં દિવ્ય દરબારમાં આ છોકરીએ ખોલી દીધી પોલ…જુઓ પછી બાબા બાગેશ્વરની બોલતી બંધ થઇ કે આપ્યો કરારો જવાબ

સુખી સમૃદ્ધ લંડનમાં લાગ્યો બાબા બાગેશ્વરનો દરબાર, છોકરી બોલી- ‘દરબારમાં બધુ ફિક્સ છે…’, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહી દીધુ કોની સાથે ચાલી રહ્યુ હતુ ચક્કર

Baba Bageshwar Dham: બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેમના અનેક નિવેદનો અને વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં જ લંડનમાં બાબાનો દિવ્ય દરબાર લાગ્યો હતો. લંડનની એક મહિલાએ દાવો કર્યો હતો કે દરબારમાં બધુ જ ફિક્સ છે. તેણે ધીરેન્દ્ર શાસ્ત્રીને કહ્યું, “દરબારમાં જે પણ આવે છે તેની તમે પહેલાથી જ ખબર લઇ લો છો. આના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમની પર્ચી કાઢી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જે કહ્યું તે સાંભળીને મહિલા ચોંકી ગઈ.

મિત્ર સાથે વાત કર્યા બાદ યુવતી આવી હતી
યુવતીએ કહ્યું કે તે તેના મિત્ર સાથે વાત કરવા દરબારમાં આવી છે. તેણે કહ્યું કે તેના મિત્ર અને માતાને દરબારમાં ખૂબ વિશ્વાસ છે, જેના કારણે તે અહીં આવી છે. છોકરીએ બાબાને પડકાર ફેંક્યો. જે બાદ બાબાએ યુવતીની પર્ચી નીકાળી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કર્યો એવો ખુલાસો કે છોકરી ચોંકી ગઈ. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ યુવતીને તેના મિત્ર સાથે ફોન પર શું વાત કરી હતી તે જણાવ્યું. તેને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે જેની સાથે દરબારમાં આવી હતી તેની સાથે તે લગ્ન કરવા માંગે છે. તેણે કહ્યું કે યુવતીને પ્રેમમાં એકવાર છેતરવામાં આવી છે, જેના કારણે તલાશ જારી છે.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ બીજું શું કહ્યું?
બાગેશ્વર ધામના પીઠાધીશે યુવતીને કહ્યું કે તેનો બોયફ્રેન્ડ તેના માટે યોગ્ય રહેશે, આ સ્થિતિમાં તે તેની સાથે લગ્ન કરી શકે છે. આ સાંભળીને યુવતીના હોશ ઉડી ગયા. જે બાદ તેણે કહ્યું, “હવે મને ખાતરી થઈ ગઈ છે કે તમારી પાસે જે છે તે કંઈક અલગ છે.” લોકો ક્યારેક પોતાના માટે વિચારે છે, પરંતુ તમારી પાસે કંઈક અલગ છે.

સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં ફોલોઅર્સ ધરાવે છે બાબા બાગેશ્વર
જણાવી દઇએ કે, બાગેશ્વર ધામ સરકાર તરીકે જાણીતા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને યુનાઇટેડ કિંગડમના લીસેસ્ટરમાં એક અસ્વસ્થ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે એક છોકરીએ આરોપ લગાવ્યો હતો કે બાબાના દરબારમાં બધુ જ પહેલાથી ફિક્સ હોય છે.યુનાઇટેડ કિંગડમમાં ભારતીય યુવતીએ દાવો કર્યો કે બાબા બાગેશ્વર ઘણી યુક્તિઓ કરે છે અને તે વસ્તુઓ અગાઉથી જાણે છે. યુવતીએ એવો પણ દાવો કર્યો હતો કે તે તેના નજીકના મિત્રની સલાહ લીધા બાદ બાબા બાગેશ્વરના દરબારમાં આવી હતી.

ઉલ્ખેખનીય છે કે ટીવી અને સોશિયલ મીડિયા સેન્સેશન બાબા બાગેશ્વરના સોશિયલ પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં ફોલોઅર્સ છે. ફેસબુક પર લગભગ 3.4 મિલિયન ફોલોઅર્સ, તો 3.9 મિલિયન યુટ્યુબ સબસ્ક્રાઇબર્સ અને ઇન્સ્ટાગ્રામ પર 300,000 ફોલોઅર્સ તો ટ્વિટર પર 72,000 ફોલોઅર્સ છે. તેમના કેટલાક લોકપ્રિય વીડિયોને 3થી10 મિલિયન વખત જોવામાં આવ્યા છે.

Shah Jina