પોતાની મિત્ર સાથે લગ્ન કરવા માટે MBAની વિદ્યાર્થીનીએ સેક્સ ચેન્જ કરાવીને બની ગઈ છોકરો, મિત્રએ લગ્નની ના પાડી તો તેના જન્મ દિવસે કરી નાખી હત્યા

નવા કપડાં અપાવ્યા, અનાથ આશ્રમમાં દાન કરાવ્યું અને પછી… મિત્રને ચેઇન સાથે બાંધીને પાર કરી દીધી દરિંદગીની તમામ હદો..

Girl Changes Sex To Marry Her Friend : ગુજરાત સમેત દેશભરમાં હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, કેટલીક હત્યાઓ અંગત અદાવતમાં કરવામાં આવતી હોય છે, તો મોટાભાગની હત્યાઓ પ્રેમ પ્રસંગોના કારણે થતી હોય છે. ઘણા લિવ ઈન પાર્ટનર તેની સાથે રહેતા તેના પાર્ટનરની હત્યા કરીને લાશને ઠેકાણે લગાવી દેવાની ઘટનાઓ પણ સામે આવે છે અને જયારે આ મામલાની પોલીસ  ખુલાસો કરે છે ત્યારે રૂંવાડા ઉભા કરી દેનારી હકીકત પણ સામે આવતી હોય છે. હાલ એક ઘટના પણ એવી જ સામે આવી છે.

સેક્સ ચેન્જ કરાવી છોકરીમાંથી બની છોકરો :

આ મામલો છે તમિલનાડુની રાજધાની ચેન્નઈનો. અહીં વેત્રીમારન નામના વ્યક્તિએ તેની મિત્ર નંદિનીને તેના પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી. મળતી માહિતી મુજબ, વેત્રીરામને તેના કોલેજના દિવસોમાં તેનું સેક્સ ચેન્જ કરાવ્યું હતું, જેના વિશે તેણે તેની મિત્ર નંદિનીને પણ જાણ કરી હતી. ત્યારપછી નંદિની તેનાથી દૂર રહેવા લાગી, પણ બંને મળતાં હતાં. વેત્રીમારન નંદિનીને તેનો 26મો જન્મદિવસ ઉજવવાના બહાને ફોન કરીને બોલાવી હતી.

જન્મ દિવસે જ કરી નાખી હત્યા :

બંને શનિવારે મળ્યા હતા. અહીં વેત્રીમારનને નંદિની માટે નવા કપડાં લીધા. આ પછી તે નંદિનીને તાંબરમ પાસેના એક અનાથાશ્રમમાં પણ લઈ ગયો અને ત્યાં તેના હાથે દાન પણ કરાવ્યું. આટલું ફર્યા પછી વેત્રીમારને નંદિનીને તેને ઘરે મૂકવા કહ્યું અને નંદિની સંમત થઈ ગઈ. અહીં તેણે નંદિનીને ફોટો માટે પોઝ આપવા કહ્યું. જ્યારે નંદિનીએ પોઝ આપવાનું શરૂ કર્યું, ત્યારે તેણે પહેલા તેને સાંકળથી બાંધી. નંદિનીને સાંકળથી બાંધ્યા પછી, વેત્રીમારને નિર્દયતાનું દ્રશ્ય બતાવ્યું.

રૂંવાડા ઉભા કરી દેનારો નજારો :

તેણે બ્લેડ વડે નંદિનીની ગરદન, હાથ અને પગ કાપી નાખ્યા. આ પછી, તેઓએ તેના પર પેટ્રોલ રેડ્યું અને તેને આગ લગાવી. ગુનો કર્યા બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન વેત્રીમારને જણાવ્યું કે નંદિનીને કંપનીમાં અન્ય એક સાથીદાર સાથે પ્રેમ હતો, તેથી તેણે તેની હત્યા કરવાનું નક્કી કર્યું. હાલ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે અને વધુ પોલીસ તપાસ ચાલી રહી છે.

Niraj Patel