વાયરલ થવાના ચક્કરમાં શરમ પણ નેવે મૂકી દીધી છે આજની પેઢીએ… કપડાંની દુકાનમાં દુકાનદાર સામે જ બદલ્યા કપડાં, વીડિયો થયો વાયરલ
Girl changed her clothes : આજના યુવકો અને યુવતીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે કોઈપણ હદ સુધી જતા હોય છે. તમે ઘણા વીડિયોમાં આવી ઘણી ઘટનાઓ જોઈ હશે જ્યાં આજની પેઢી લાજશરમ પણ મૂકી દે છે. દિલ્હી મેટ્રોમાં થતી અશ્લીલ હરક્તોના પણ ઘણા બધા વીડિયો સામે આવી ગયા છે. ત્યારે હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે તેને તો લાજ શરમને પણ નેવે મૂકી દીધી છે, કારણ કે આ વીડિયોમાં એક યુવતી દુકાનદારની સામે કપડાં બદલે છે.
દિલ્હીમાં એક છોકરીએ બેશરમીની તમામ હદો વટાવી દીધી. દિલ્હીના પાલિકા બજારની એક દુકાનમાં ચેન્જિંગ રૂમ હોવા છતાં એક છોકરીએ દુકાનદારની સામે કપડાં બદલી નાખ્યા. યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો યુવતીએ પોતે બનાવ્યો છે કે અન્ય કોઈએ બનાવ્યો છે તે કહેવું મુશ્કેલ છે. રાજધાની દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત પાલિકા બજાર હંમેશા ચર્ચામાં રહે છે. ફરી એકવાર તે હેડલાઇન્સમાં છે.
અહીં, કપડાંની ખરીદી કરતી વખતે, એક છોકરીએ દુકાનની અંદરના ચેન્જિંગ રૂમમાં બદલે દુકાનદારની સામે કપડાં બદલી નાખ્યા. યુવતીનું આ કૃત્ય સોશિયલ મીડિયા પર એટલું ફેલાઈ ગયું કે પાલિકા બજાર ફરી ચર્ચામાં આવી ગયું. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે મહિલા દુકાનમાં ખુલ્લેઆમ શોર્ટ્સ અજમાવી રહી છે. આ માટે તે દુકાનના ચેન્જિંગ રૂમનો ઉપયોગ પણ નથી કરી રહી. આ વીડિયો કોઈએ બનાવ્યો છે કે યુવતીએ પોતે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી.
दिल्ली के पालिका बाजार मे कपडे की दुकान पर.. #INSTA वाली लड़कियों के मुजरे के बाद अब एक नया वीडियो.. हर कपडे की दुकान पर चेंजिंग रूम उपलब्ध है मगर यहाँ इस लड़की ने हदे ही पर कर दी। संभवत: वीडियो भी खुद बनवाई या किसी ने बनाई.. यह वीडियो अब वायरल है।#viralvideo pic.twitter.com/XJfsKVchpR
— TRUE STORY (@TrueStoryUP) April 9, 2024
શું કોઈ દુકાનદારને કોઈ મહિલાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે દુકાન પર આવી રીલ્સ બનાવવાની છૂટ છે? શું કોઈ વેપારીની કોઈ સામાજિક જવાબદારી હોય છે અથવા તેણે ગ્રાહકો અને તેના વ્યવસાયને આગળ વધારવા માટે ગ્રાહકોને તેની દુકાન પર કંઈપણ કરવાની મંજૂરી આપવી જોઈએ? તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ અંગે કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું છે કે વીડિયો સંપૂર્ણ રીતે સ્ક્રિપ્ટેડ લાગે છે. દુકાનદાર પણ આ સ્ક્રિપ્ટીંગનો એક ભાગ છે. જ્યારે અન્ય ઘણા યુઝર્સે યુવતીની આ હરકતને શરમજનક ગણાવી છે.