ખબર

સુરતની ગ્રીષ્મા બાદ ગુજરાતમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીઓ ભાન ભૂલ્યા, વધુ એક સગીરા સાથે સ્કૂલમાં જઈને યુવકે જે કર્યું તે જાણીને લોહી ઉકળી ઉઠશે

સુરતમાં ગ્રીષ્મા હત્યા પછી વધુ એક ઘટના: છઠ્ઠા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને 30 વર્ષના પ્રેમીએ વિદ્યાર્થીનીના ક્લાસમા જઈને

સુરતમાં થયેલ ગ્રીષ્માની હત્યાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં એક પછી એક યુવતીઓ, કિશોરીઓ અને પરિણીતાઓ સાથે થતા અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવાનો પોતાની હદ વટાવી રહ્યા છે, તેની એક તાજી જ ઘટના કચ્છના રાપરમાંથી પણ સામે આવી છે. જ્યાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ હદ વટાવી દીધી હતી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના રાપરમાં આવેલી સલારી નાકા પ્રાથમિક શાળાની અંદર છઠ્ઠા ધોરણમાં ભણતી એક સગીરાની પાછળ છેલ્લા ઘણા સમયથી એક યુવક પડ્યો હતો અને અવાર નવાર તેને હેરાન કરતો હતો, પરંતુ જયારે આ સગીરાનો જન્મ દિવસ હતો ત્યારે તો તેને બધી જ હદ વટાવી દીધી.

સગીરાના જન્મ દિવસે તે સગીરાની સ્કૂલમાં જબરદસ્તી ઘુસી ગયો હતો અને તેને સગીરાને હાથમાં આઈ લવ યુ લખેલી ગિફ્ટ પણ પકડાવી દીધી હતી. સગીરાએ આ ભેટ લેવાની ના પડતા તેને બળજબરી પણ કરી હતી, એટલું જ નહીં, તેને બધા જ વિધાર્થીઓ અને શિક્ષક સામે જ સગીરાનો હાથ પણ પકડી લીધો અને બળજબરીથી સેલ્ફી પણ લીધી હતી અને ચોકલેટ પણ ખવડાવી હતી.

જેના બાદ સગીરાએ ઘરે જઈને પોતાના માતા-પિતાને આ વાતની જાણ કરી હતી. આ ઘટના બહાર આવતા જ શાળાના સંચાલકો પણ દોડતા થઇ ગયા હતા. શાળામાં લાગેલા સીસીટીવીમાં પણ આ ઘટના કેદ થઇ ગઈ હતી. જેના બાદ તે યુવક દ્વારા સગીરાના ઘરે જઈને તેના માતા પિતા સામે જ માફી પણ માંગી હતી. જેના કારણે આ મામલામાં કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી.