હે ભગવાન… કેવા ક્રૂર મા-બાપ ? દીકરી જન્મી ઊંધા પગ વાળી તો તેને લાવારિસ હોસ્પિટલમાં જ છોડીને ભાગી ગયા, માનવતાને શર્મસાર કરતો કિસ્સો

માતા પિતાનો જીવ ફૂલ જેવી દીકરીને હોસ્પિટલમાં છોડી દેતા કેવી રીતે ચાલ્યો જીવ ? માનવતાને શર્મસાર કરતો કિસ્સો જુઓ તસવીરો

એવું કહેવાય છે કે લગ્ન બાદ દરેક દંપતી માતા પિતા બનવાની ઈચ્છા રાખતા હોય છે. ઘણા લોકોને લગ્ન બાદ પણ આ સૌભાગ્ય નથી મળતું, તો ઘણા લોકોને સૌભાગ્ય મળતું હોવા છતાં પણ તેને ઠુકરાવે છે. ઘણીવાર બાળકના જન્મતાની સાથે જ કેટલાક માતા પિતા બાળકને હોસ્પિટલમાં કે રસ્તા ઉપર છોડી અને ચાલ્યા જવાના કિસ્સાઓ પણ સામે આવે છે.

આવો જ એક માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે મધ્ય પ્રદેશના હરદામાંથી. જ્યાંની જિલ્લા હોસ્પિટલમાં એક અસામાન્ય બાળકીનો જન્મ થયો. આ બાળકનીના બંને પગના પંજા પીઠ તરફ હતા. બાળકીના આ પ્રકારે જન્મ થવાના કારણે ડોકટરો પણ હેરાન હતા. તેમનું કહેવું હતું કે આ એક દુર્લભ કેસ છે. બાળકી ખુબ જ કમજોર હતી અને તેને ડોક્ટરોની દેખરેખમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર બાળકીનો જન્મ સોમવારે બપોરે 12 વાગે થયો હતો. બાળકીના માતા પિતા હરદાના ખીરકીયા બ્લિકના રહેવાસી હતા. બાળકીની નોર્મલ ડિલિવરી થઇ હતી. હોસ્પિટલ જ્યાંરે લોકોને ખબર પડી કે એક અસામાન્ય બાળકીનો જન્મ થયો છે કે તેને જોવા માટે લોકોની ભીડ ભેગી થઇ ગઈ. પરંતુ કોઈને આ બાળકીને મળવા દેવામાં નથી આવી રહ્યા.

જયારે બાળકીના માતા પિતાને ખબર પડી કે તેમની દીકરી ઊંધા પગ વાળી છે તો તેઓ તેને હોસ્પિટલમાં જ છોડીને ચાલ્યા ગયા. હાલ તેમની શોધ ચાલી રહી છે. બાળકી હાલમાં ખુબ જ કમજોર છે.

તેનું વજન પણ માત્ર 1.6 કિલોગ્રામ છે. સામાન્ય રીતે બાળકોનું વજન 2.7 કિલોથી 3 કિલો વચ્ચે રહે છે. તેને એસએનસીએયુ વોર્ડમાં રાખવામાં આવી છે અને હોસ્પિટલની નર્સ તેની દેખરેખ રાખી રહી છે.

Niraj Patel