બોર્ડની પરીક્ષામાં 95.3% લાવવા છતાં પણ 16 વર્ષની વિદ્યાર્થીનીએ કરી લીધો આપઘાત, કારણ જાણીને હેરાન રહી જશો

Girl Student Commits Suicide : બે દિવસ પહેલા જ ગુજરાતની અંદર ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના પરિણામ જાહેર થયા, જેમાં ઘણા વિદ્યાર્થીઓ સારા માર્કસે પાસ થયા અને તેમના પરિવારમાં પણ ખુશીઓનો માહોલ જોવા મળ્યો, ત્યારે ઘણા વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ ના આવતા તે નિરાશ પણ થયા હતા. પરંતુ હાલ એક એવી ખબર સામે આવી છે જેને સૌને હેરાન કર દીધા છે. જેમાં બોર્ડની પરીક્ષામાં 95.3% લાવનાર દીકરીએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું

આ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી. અહીંની હાઈસ્કૂલમાં સ્કૂલ ટોપર બનવામાં ત્રણ માર્કસથી પાછળ રહી ગયેલી વિદ્યાર્થિનીએ આઘાતમાં આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી પરિવારમાં પણ દુઃખનો માહોલ છવાઈ ગયો. પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વિના લાશના અંતિમ સંસ્કાર કરી દીધા છે. મળતી માહિતી મુજબ, જાફરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પાંડેપુર ગામના રહેવાસી યોગેન્દ્ર સિંહ વ્યવસાયે ખેડૂત છે. યોગેન્દ્ર સિંહની 16 વર્ષની દીકરી સાક્ષી સિંહ શરૂઆતથી જ અભ્યાસમાં હોશિયાર હતી.

સાક્ષી ફિરોઝપુરની ક્રિષ્ના ઇન્ટર કોલેજની 10મા ધોરણની વિદ્યાર્થીની હતી. વિદ્યાર્થીએ સત્ર 2023-24 માટે યુપી બોર્ડની હાઈસ્કૂલની પરીક્ષા આપી હતી. પરીક્ષાનું પરિણામ 20 એપ્રિલે જાહેર કરવામાં આવ્યું હતું. સાક્ષીએ 600 માર્કસમાંથી 575 માર્ક્સ મેળવ્યા છે. આ જ શાળાની વિદ્યાર્થીની સાક્ષી કરતાં 3 માર્કસ વધુ મેળવીને શાળાની ટોપર બની હતી. શાળા સંચાલકોએ બંને તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સન્માન પણ કર્યું હતું. ત્રણ માર્કસથી ટોપર ન હોવાને કારણે સાક્ષી ચૂપ રહેવા લાગી.

જણાવવામાં આવી રહ્યું છે કે સોમવારે મોડી રાત્રે સાક્ષીએ ઘરની બાજુમાં ઢોરના શેડમાં ઉભેલા લીમડાના ઝાડ સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. સવારે જ્યારે પરિવાર વાડામાં ગયો ત્યારે નજારો જોઈ ચોંકી ઉઠ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો ત્યારે વિદ્યાર્થીનીની લાશ ફાંસો ખાધેલી હાલતમાં જોઈ પરિવારજનોએ બૂમો પાડી હતી. પોલીસ સ્ટેશનના વડા સતપાલ સિંહે કહ્યું કે આ કેસ અંગે કોઈ માહિતી નથી.

Niraj Patel