ખબર

સુરત ફરી થયું શર્મસાર: પપ્પાના હાથમાં આવ્યો 14 વર્ષની લાડલી દીકરીનો ફોન, મેસેજ ચેક કરતાં મોટો કાંડ બહાર આવ્યો

પપ્પાના હાથમાં આવ્યો 14 વર્ષની લાડલી દીકરીનો મોબાઈલ, મેસેજ ખોલ્યા તો મોટો કાંડ બહાર આવ્યો- વાલીઓ આ કિસ્સો એકવાર જરૂર જોજો

ગુજરાતમાંથી ઘણીવાર નાની કિશોરીઓ સાથે દુષ્કર્મના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. કેટલીકવાર એવું બને છે કે જબરદસ્તી તેમનુ અપહરણ કરી તેમને હવસનો શિકાર બનાવવામાં આવતી હોય છે, તો કેટલીક વાર એવું બને છે કે તેમને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવતુ હોય છે.

પરંતુ જો આ વાતની જાણ જયારે સગીરાના પરિવારમાં થાય ત્યારે શું થાય એ તમે કલ્પના કરી શકો છે. હાલમાં આવો જ એક કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં ફરી એકવાર માસૂમ દીકરીને નિશાન બનાવાવમાં આવી છે. એક ડિલીવરી બોય દ્વારા 14 વર્ષિય સગીરાને પ્રેમજાળમાં ફસાવવામાં આવી અને તેને લગ્નની લાલચ આપી 4-5 વાર તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ.

Image source

આ ઉપરાંત નરાધમ હવસખોરે અંગતપળોનો વીડિયો ઉતારી તેના બે મિત્રોને મોકલ્યો પણ હતો અને સગીરાને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. હાલ તો પોલિસે પીડિતાના પિતાની ફરિયાદના આધારે આરોપીને જેલભેગો કર્યો છે.

ઘટનાની વિગત જોઇએ તો, સુરતના પાલનપુર ગામના અશોક વાટિકા સોસાયટીમાં ડિલિવરી બોય ઉમંગ ઉર્ફે બોની પ્રહલાદ રહે છે. આરોપીએ ઇલેકટ્રીક વેપારીની 14 વર્ષિય દીકરીને પ્રેમજાળમાં ફસાવી અને તેને લગ્નની લાલચ આપી હતી. આરોપી બપોરના સમયે સગીરાને પોતાના ઘરે મળવા બોલાવતો અને તેણે સગીરા સાથે ચારથી પાંચ વખત દુષ્કર્મ પણ આચર્યુ હતું. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

નરાધમે આ દરમિયાન અંગતપળોનો વીડિયો ઉતારી લીધો હતો અને ફોટા પણ પાડ્યા હતા. આરોપી આ વીડિયો અને ફોટા સગીરાને બતાવી તેને બ્લેકમેઇલ કરતો અને કહેતો કે જો આ વાતની કોઇને જાણ કરશે તો તારો વિડીયો હું સોશ્યિલ મિડીયામાં વાયરલ કરી દઇશ. આ વાતથી સગીરા ડરી ગઇ હતી. ઉમંગે તેના બે મિત્રો દીપ અને વીસ્પીને વોટ્સએપ પર વિડીયો મોકલ્યો હતો. જણાવી દઇએ કે, સગીરાના પિતા ઇલેકટ્રીક વેપારી છે તેઓ મુંબઇમાં ધંધો કરતા હતા. પરંતુ તેએ તાજેતરમાં જ સુરત શીફ્ટ થયા હતા.

તેમને પત્ની સાથે મેળ ન આવતા છૂટાછેડા લીધા હતા અને તે બાદ તેઓએ 14 વર્ષિય દીકરી, 8 વર્ષિય પુત્ર અને માતા સાથે સુરતમાં સ્થાયી થવાનું નક્કી કર્યુ હતું. ત્યારે 24 એપ્રિલના રોજ વેપારી તેમના બાળકો સાથે મુંબઇ ગયા હતા. ત્યારે રાતના સમયે પુત્રીનો મોબાઇલ ચેક કરતા તેમાં ઘણા ગંદા મેસેજ જોયા હતા. જે બાદ તેઓ ચોંકી ગયા હતા. આ બાબતેે તેમણે દીકરીની કડકાઇથી પૂછપરછ કરી હતી.

ત્યારે દીકરીએ જણાવ્યુ હતુ કે ઉમંગે તેની સાથે ચારથી પાંચ વખત સંબંધ બાંધ્યો હતો અને આ દરમિયાનનો વિડીયો ઉતારી ઉમંગ બ્લેકમેલ કરતો હતો. જે બાદ કિશોરીના પિતાએ ઉમંગ વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલિસે ઉમંગની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.