લો બોલો…છોકરીને પ્રપોઝ કરવા માટે આ છોકરાએ કર્યું તેનું ફેક કિડનેપિંગ, વીડિયો જોઈને લોકો બરાબરના બગડ્યા.. તમે પણ જુઓ

કારની પાછળની સીટ પર બેસીને કોફી પી રહી હતી યુવતી, ત્યારે જ આવ્યો એક વ્યક્તિ અને બંદૂકની અણીએ કિડનેપ કરીને લઇ ગયો, હકીકત સામે આવતા જ સૌના હોંશ ઉડ્યા.. જુઓ વીડિયો

આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા લોકો પ્રેન્ક વીડિયો બનાવતા હોય છે. આ કેટલાક વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને લોકો ડરી પણ જતા હોય છે. ક્યારેક ક્યારેક પ્રેન્ક કરવા પણ કોઈ માટે મુસીબતનું કારણ પણ બની શકે છે. ત્યારે હાલ એવા જ એક પ્રેમનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

‘ધ ડેઈલી બીસ્ટ’ અનુસાર, ઓસ્ટ્રેલિયાના સિડનીના એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડ માટે સરપ્રાઈઝ પ્રપોઝલ પ્લાન કર્યું હતું, જે સામાન્ય પ્રસ્તાવથી તદ્દન અલગ હતું. આ છોકરાએ છોકરીનું ફેક અપહરણ કરાવ્યું. યુવતી લેબનોનમાં વેકેશન માણવા ગઈ હતી, જ્યાં તે કારની પાછળની સીટ પર બેસીને કોફી પી રહી હતી.

એટલામાં જ એક માણસ આવે છે અને બંદૂકની અણી પર તેની આંખે પાટા બાંધીને તેને બીચ પર લઈ જાય છે, જ્યાં તેનો પરિવાર અને બોયફ્રેન્ડ તેના આગમનની રાહ જોઈ રહ્યા છે. ટ્વિટર પર @gnuman1979 નામના એકાઉન્ટ દ્વારા આ વિચિત્ર પ્રસ્તાવની તસવીર શેર કરવામાં આવી છે, જેમાં યુવતી એકદમ ચોંકી ઉઠી રહી છે.

16 એપ્રિલે શેર કરવામાં આવેલી આ તસવીરને અત્યાર સુધીમાં 2 હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો આ પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ખૂબ જ નકામો વિચાર’. બીજાએ લખ્યું, ‘આખરે તેણીએ હા પાડી. ત્રીજાએ કહ્યું, ‘મને આશા છે કે આ મહિલાને લગ્નની ભેટ તરીકે થેરાપી મળી હશે’.

Niraj Patel