ભગવાનના મંદિરની બહાર ઉભા ઉભા સ્કૂટી પર બેસીને દર્શન કરી રહી હતી યુવતી, સ્કૂટર ચાલુ કરતા જ થયું એવું કે જઈને પડી ભગવાનના ચરણોમાં, જુઓ વીડિયો

મંદિરની બહાર ઉભા રહીને સ્કૂટી ચાલુ કરી રહી હતી યુવતી, ત્યારે જ સ્કૂટી સાથે મંદિરમાં આવી ગઈ, લોકો બોલ્યા, “ભગવાન બધાને બોલાવે છે !” જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર રોજ હજારોની સંખ્યામાં વીડિયો વાયરલ થતા હોય છે, ઘણીવાર આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં પણ એવા એવા દૃશ્ય કેદ થઇ જતા હોય છે જેને જોઈને લોકો પેટ પકડીને હસવા માટે મજબુર થઇ જાય તો કેટલાક વીડિયોને જોઈને હેરાન પણ રહી જતા હોય છે. ત્યારે હાલ એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરના ગેટની સામે એક મહિલા પોતાની સ્કૂટી સ્ટાર્ટ કરે છે. જો કે, થોડા સમય પછી આવી ઘટના બને છે, જેને જોયા પછી તમે પણ પેટ પકડીને હસવા લાગશો અને એટલે જ આ વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. વાયરલ વીડિયોની શરૂઆત મંદિર સામે એક સ્કૂટી પર બેઠેલી છોકરી સાથે થાય છે.

આગળ જોવા મળે છે કે તે યુવતી તેની સ્કૂટી સ્ટાર્ટ કરે છે. તે એક મંદિરની સામે તેની સ્કૂટી સ્ટાર્ટ કરી રહી છે, પછી તેનું સંતુલન બગડતાં તે તેની સ્કૂટી લઈને મંદિર પરિસરમાં ઘસી જાય છે અને સીધી જ ભાગવાનના ચરણોમાં આવીને પડે છે આ વીડિયો જોયા બાદ યુઝર્સ હસવાનું રોકી શકતા નથી. જો કે આ વીડિયો ઘણો જૂનો છે, પરંતુ હાલ આ ફરીથી વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો @JaikyYadav16 નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે. વીડિયોને અત્યાર સુધી 1 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે અને સાથે જ કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કોમેન્ટમાં લખ્યું “ભગવાન સર્વશક્તિમાન છે, જ્યારે તે તમને તેમના દરબારમાં બોલાવશે ત્યારે તમારે જવું પડશે.”

Niraj Patel