ફક્ત 45 સેકેંડમાં જ આ કાચિંડાએ બદલી નાખ્યા એટલા બધા રંગ કે જોઈને લોકો પણ રહી ગયા હક્કાબક્કા, વાયરલ થયો વીડિયો

આંખોના પલકારે રંગ બદલી રહ્યો હતો કાચિંડો, વીડિયો જોઈને લોકો બોલ્યા..”આ કેવી રીતે સંભવ છે ?” જુઓ તમે પણ

માણસો કાચિંડાની જેમ રંગ બદલે છે એ કહેવત તો આપણે બધાએ ક્યાંકને ક્યાંક સાંભળી અને બોલી જ હશે. આવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે કાંચિડો વારંવાર પોતાના રંગ બદલી દેતો હોય છે. ત્યારે ઇન્ટરનેટ પર પણ ઘણીવાર તેના વીડિયો પણ સામે આવતા હોય છે જેમાં કાંચિડો રંગ બદલતો જોઈ શકાય છે.

ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કાચિંડો ફક્ત 45 સેકેંડમાં જ એટલા બધા રંગ બદલી નાખી છે જે જોઈને કોઈ પણ હેરાન થઇ જાય. કાંચિડો જે રંગ બદલે છે તે કુદરતની દેન છે. પરંતુ માણસ તો જાણી જોઈને રંગ બદલતો હોય છે. કાંચિડો શિકાર કરવા કે પોતાના પર આવેલી મુસીબતથી બચવા માટે પોતાના રંગ બદલતો હોય છે. ત્યારે આ વીડિયોમાં એવી જ ઘટના કેદ થઇ ગઈ છે.

આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોના કેપશનમાં લખવામાં આવ્યું છે કે આ નેતાઓની જેમ રંગ બદલે છે. આ વીડિયો માત્ર 45 સેકન્ડનો છે. જેમાં એક વ્યક્તિએ ટેપ વડે 5 અલગ-અલગ કલરના સ્ટ્રો ચોંટાડીને લાંબી લાકડી બનાવી હતી. કાચંડો આના પર ચઢવા લાગે છે.

જેમ જેમ તે એક સ્ટ્રોથી બીજામાં જાય છે તેમ તેમ તેનો રંગ બદલાય છે. તેના રંગ બદલવાની ઝડપ જોઈને લોકો દંગ રહી ગયા. તેઓ વિશ્વાસ નથી કરી શકતા કે કોઈ માત્ર 45 સેકન્ડમાં આટલી ઝડપથી રંગ કેવી રીતે બદલી શકે છે. એક વ્યક્તિએ એવું પણ પૂછ્યું કે કાચિંડોનો અસલી રંગ શું છે. આ વીડિયોને જોઈને ઘણા લોકો પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel