અજબગજબ જાણવા જેવું જીવનશૈલી પ્રવાસ

સાપુતારામાં ખીલી ઉઠી કુદરત, જુઓ આ ધોધની અદભૂત 12 તસ્વીરો દિલ ખુશ થઇ જશે- વાંચો આ જગ્યા વિશે

ચોમાસાની ઋતુ શરુ થઈ ગઈ છે અને ગુજરાતમાં છુટોછવાયો વરસાદ લગભગ બધા જ જિલ્લામાં પડી ચુક્યો છે. એમાં પણ હાલ દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદને કારણે અહીં નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ત્યારે વરસાદ પડયા પછી દક્ષિણ ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લાનો નજારો રમણીય બની ગયો છે. અને એટલે જ આ રમણીય અને આંખોને ઠંડક પહોંચાડે એવા નજારાની મજા માણવા માટે લોકો અહીંની મુલાકાતે પણ આવે છે.

લગભગ છેલ્લા સપ્તાહથી સતત વરસતા વરસાદને કારણે ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય સંપૂર્ણ રીતે ખીલી ઉઠ્યું છે. જેને માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ અહીં આવી રહયા છે. અહીં અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓ હાલ બે કાંઠે થઇ ગઈ છે, જેને કારણે અહીં આવેલા નાના-મોટા ધોધ પણ સક્રિય થઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Raj Mangaroliya (@rajmangaroliya) on

વરસાદને કારણે હાલ ડાંગના વઘઈમાં આવેલો ગીર ધોધ પણ સક્રિય થઇ ગયો છે, અને તેના આ વહેતા પાણીને જોવાનો પણ એક અલગ જ લહાવો છે. પણ અહીંની મુલાકાત લેવાનો સૌથી શ્રેષ્ઠ સમય ચોમાસાની ઋતુ છે.

ગીરા ધોધ દક્ષિણ ગુજરાતનો પ્રખ્યાત ધોધ છે. જેને જોવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવી રહયા છે. આ ધોધનો નજારો તમને ખૂબ જ રિલેક્સ ફીલ કરાવશે. ખૂબ જ ઓછા લોકો આ ધોધ વિશે જાણતા હશે, પણ આ ગુજરાતનો સૌથી મોટો ધોધ છે. જે 35 મીટરની ઊંચાઇએથી પડે છે. અહીં આવ્યા પછી ઉપરથી પડતા પાણીનો નજારો અને પાણીના પડવાનો દૂર-દૂર સુધી આવતો અવાજ દરેક મુલાકાતીના મૂડને ખુશનુમા કરી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Singh (@balajistudio_sanjay) on

કુદરતે ડાંગ જિલ્લાને આપેલી એક ભેટ એટલે ગીરા ધોધ, જ્યા પ્રવાસન ટૂરિઝમ ખૂબ જ ચાલે છે. સાપુતારાના પહાડો વચ્ચે લીલાછમ જંગલોમાં આ ધોધ અહીં ભીની માટીની સુગંધ, પૂરજોશમાં વહેતુ પાણી અને આ પાણીના અવાજને કારણે લોકોમાં તેના પ્રત્યે આકર્ષણ જગાવે છે. ડાંગ જિલ્લાની અંબિકા નદીનું ધોધ સ્વરૂપ એટલે ગીરા ધોધ. જે આગળ જઈને બીલીમોરા પાસે અરબી સમુદ્રમાં સમાઈ જાય છે.

 

View this post on Instagram

 

Waterfall 🌈 #waterfall #naturebeauty #traveler #travelphotography #iphonephotography

A post shared by Sanket (@sanket.s.darji) on

સતત વરસતા વરસાદને કારણે ગીરા ધોધની સુંદરતાને નિહાળવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહયા છે, ત્યારે ડાંગમાં પ્રવાસન વિભાગ દ્વારા મોનસૂન ફેસ્ટિવલની તૈયારીઓ પણ શરુ થઇ ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Falguni Patel (@feny80000) on

ગુજરાતના હિલ સ્ટેશ ગણાતા સાપુતારાની નજીક જ આ ધોધ આવેલો હોવાથી સાપુતારાની મુલાકાતે આવેલા દરેક સહેલાણીઓ ડાંગના આ ગીરા ધોધની મુલાકાતે પણ આવે જ છે. ત્યારે સપ્તાહના અંતમાં તેઓ અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. ગુજરાતના આ પ્રખ્યાત ધોધમાં નહાવાની મનાઈ છે, અને અહીં તંત્ર દ્વારા આ અંગે નોટિસ પણ લગાવવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Himalay Ahir (@himalay__ahir) on

ત્યારે જણાવી દઈએ કે ડાંગ જિલ્લામાં આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડયા બાદ નાના-મોટા ધોધ સક્રિય થઇ જતા હોય છે, જેને કારણે અહીંના જંગલની સુંદરતા ઓર વધી જાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks