જૂનાગઢ : આ ગાય આપે છે બે ટાઇમ દૂધ અને એ પણ ગર્ભ ધારણ કર્યા વગર, ડોક્ટર પણ છે અચંબામાં

2.25 વર્ષની આ ગાય માતા 2 ટાઇમ આપે છે, એ દૂધ મહાદેવને ચડાવાય છે- જુઓ

જૂનાગઢના ભેંસાણમાં એક ગીર ગાય ગર્ભ ધારણ કર્યા વગર જ દૂધ આપતો કિસ્સો સામે આવ્યો છે. જે આશ્ચર્યચકિત કરનારો છે. તમને જણાવી દઇએ કે, આ ગાયના લોકો દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે.

વાછરડી ગર્ભધારણ કર્યા વગર બે ટાઇમ દૂધ આપે છે. આ ગાયને ડોક્ટર પાસે લઇ જવાતા તેઓ પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. તેમનો એવો દાવો છે કે, લાકો ગાયની સંખ્યામાં આ એક જ ગાય ગર્ભ ધારણ કર્યા વગર દૂધ આપે તો એ એક કમાલની વાત છે.

જૂનાગઢના ભેંસાણના બરવાળા ગામે આ ઘટના બની છે. ગામના એક ખેડૂત પાસે આ ગાય છે જે ગર્ભ ધારણ કર્યા વગલ દૂધ આપે છે અને એ પણ બે ટાઇમ…

પ્રતિકાત્મક તસવીર

આ બાબતે નિષ્ણાંતોનું માનીએ તો, આ ગાય કામરુ દેશની અવ્ય કામાક્ષી હોવાનું જણાય છે. આ પ્રકારની ગાય દેવી દેવતાઓની પ્રિય હોવાનું પણ મનાય છે. આ ગાયનું દૂધ શિવજીને ચઢાવવામાં આવે છે અને સાથે જ ધાર્મિક કાર્યોમાં પણ ઉપયોગમાં આવે છે. આ ગાયના દર્શન કરવા માટે લોકો પણ ઉમટી પડે છે.

Shah Jina