શું અરબાઝ ખાનનું ગર્લફ્રેન્ડ જોર્જિયાની સાથે થઇ ગયુ બ્રેકઅપ ? એવો ખુલાસો થયો કે મલાઈકા અરોરા પણ ચોંકી ઉઠશે

મોડલ અને ડાન્સર જોર્જિયા એન્ડ્રિયાની છેલ્લા ચારેક વર્ષથી મલાઇકા અરોરાના એક્સ પતિ અને સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાનને ડેટ કરી રહી છે. બંનેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવે છે. જો કે, હાલમાં બંને પોતાના સંબંધો પર ચુપ્પી સાધી રાખે છે. તે કંઇ પણ બોલવાથી કતરાય છે. પરંતુ હાલમાં એક ઇન્ટરવ્યુમાં અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડે તેના અને અરબાઝના રિલેશન વિશે એવું કહ્યુ કે ચાહકો હેરાન રહી ગયા અને તે બંનેના બ્રેકઅપના ક્યાસ લગાવવા લાગ્યા.

એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ રિલેશનશિપથી લઇને લગ્ન સુધીના બધા સવાલનો ખુલીને જવાબ આપ્યો હતો. અબાઝ ખાને પહેલા મલાઇકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. જો કે, તે બંનેના લગ્ન ઘણા વર્ષો બાદ તૂટી ગયા હતા અને બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લીધા હતા. તે બાદથી મલાઇકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી હતી. મલાઇકા અને અરબાઝે વર્ષ 2017માં જ પોતાના રસ્તા અલગ કરી દીધા હતા. જો કે, તે બંને તેમના દીકરા અરહાન ખાનની પરવરિશ મળીને કરી રહ્યા છે.

ત્યાં વાત જોર્જિયાની કરીએ તો તે ઘણીવાર મલાઇકા અને અરબાઝના પરિવારને મળી ચૂકી છે. તેણે કહ્યુ કે, તે બધા સાથે તેના રિલેશન સારા છે. બોલિવુડ હંગામાને આપેલા ઇન્ટરવ્યુમાં જોર્જિયા એન્ડ્રિયાનીએ અરબાઝ ખાન સાથે લગ્નના સવાલ પર કહ્યુ કે, મેં પહેલા પણ કહ્યુ હતુ કે અમે સારા મિત્રો છીએ, પરંતુ લગ્ન પર આવ્યા પહેલા હું ઇમાનદારીથી એક વાત કગેવા માગુ છે કે, આ એક એવી વસ્તુ છે જેના વિશે અમે ક્યારેય વિચાર્યુ નથી. તે માને છે કે કોરોના મહામારીએ તેમના સંબંધને બદલી દીધો છે.

તેણે કહ્યુ કે, લોકડાઉને અમને વિચારવા માટે મજબૂર કર્યુ છે. વાસ્તવમાં કોરોના લોકડાઉને કેટલાકને નજીક લાવ્યા તો કેટલાને અલગ કરી દીધા. જેમ કે જોર્જિયાએ કહ્યુ કે તે અને અરબાઝ સારા મિત્રો છે, પરંતુ કદાચ તેમના વચ્ચે લવ રિલેશન ખત્મ થઇ ગયુ છે. જો કે, હવે સંબંધ ખત્મ થવાની વાતમાં કેટલી હકિકત છે તેનો ખુલાસો તો અરબાઝ અને જોર્જિયા જ સારી રીતે કરી શકે છે.અરબાઝ અને જોર્જિયાને ડેટ કરતા 4 વર્ષથી વધારે સમય થઇ ગયો છે.

બંને વચ્ચે 20 વર્ષનું અંતર છે. અરબાઝ અને જોર્જિયા ઘણીવાર એકસાથે સમય વીતાવતા જોવા મળે છે.જો કે, ઘણા સમયથી બંનેને સાથે ઓછા સ્પોટ કરવામાં આવે છે. જોર્જિયા અભિનેત્રી અને મોડલ છે, તે ઇટલીથી છે. વર્ષ 2019માં જોર્જિયાએ તમિલ ફિલ્મ Karoline Kamakshi થી ડેબ્યુ કર્યુ હતુ. જોર્જિયા ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે. તેની અપકમિંગ ફિલ્મ મરાઠી છે. જેનું નામ વેલકમ ટુ બજરંગપુર છે. તેનું બોલિવુડ ડેબ્યુ ફિલ્મ ગેસ્ટ ઇન લંડનથી થયુ હતુ.

જોર્જિયા તેની ગ્લેમરસ અને બોલ્ડનેસ માટે મશહૂર છે. અવાર નવાર તેન સ્ટનિંગ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. જોર્જિયાએ હાલમાં જ ગુરમીત ચૌધરી સાથે મ્યુઝિક વીડિયો ‘દિલ જીસસે ઝીંદા હે’માં અભિનય કર્યો હતો. ત્યાં વાત કરીએ અરબાઝની તો તે છેલ્લે વેબ સીરીઝ તનાવમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે પટના શુક્લા બનાવી રહ્યો છે, જે આગળના વર્ષે રીલિઝ થશે. તેમાં રવીના ટંડન, સતીશ કૌશિક, માનવ વિજ, ચંદન રોય સાન્યાલ, જતિન ગોસ્વામી અને અનુષ્કા કૌશિક છે.

Shah Jina