બ્રા પહેરી વર્કઆઉટ કરવા નીકળી પડી અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ, એટલા હોટ અવતારમાં સ્પોટ થઇ કે તમે પણ જોઇને મોઢામાં આંગળા નાખી દેશો

વર્કઆઉટ બોલિવૂડ સેલેબ્સની દિનચર્યાનો એક ભાગ છે. અભિનેત્રીઓ હોય કે પછી અભિનેતાઓ પોતાની ફિટનેસ જાળવવા માટે તેઓ જીમમાં ઘણો પરસેવો વહાવતા હોય છે. ઘણી અભિનેત્રીઓ એવી છે જેમને લગભગ દરરોજ પેપરાજી દ્વારા જીમ કે યોગા ક્લાસમાં જતા કે આવતા સ્પોટ કરવામાં આવે છે. બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. તે તેની ફિટનેસ માટે પણ ખૂબ પ્રખ્યાત છે. અરબાઝ ખાન આ દિવસોમાં ઇટાલિયન અભિનેત્રી અને મોડલ જોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

જોર્જિયા એન્ડ્રિયાની તેની સુંદરતા અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ઘણી ફેમસ છે. જોર્જિયા એન્ડ્રિયાની તાજેતરમાં જ વર્કઆઉટ બાદ સ્પોટ થઇ હતી. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની વર્કઆઉટ માટે બહાર જતી વખતે ઘણી જ શાનદાર અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન, આ હસીનાને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. જોર્જિયા એન્ડ્રિયાની ઘણા બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે જોર્જિયા સ્પોર્ટ્સ ડીપનેક બ્રા અને ટ્રેકમાં જોવા મળી હતી. તેણે સફેદ સ્નીકર્સ અને સનગ્લાસ સાથે તેનો વર્કઆઉટ લુક પૂર્ણ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)

આ સાથે અભિનેત્રી પોતાના હાથમાં પાણીની બોટલ અને મોબાઈલ ફોન લઈને પણ જોવા મળી હતી. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે અને તે તેની હોટ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. મોડલ અને અભિનેત્રી જોર્જિયા એંડ્રિયાની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સતત તેની તસવીરો શેર કરતી રહે છે. જોર્જિયા બોલિવુડમાં કામ કરવા ઇચ્છે છે અને તેનું નામ પણ બનાવવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by KRISHNA KUMAR (@filmybuddyytv)

જોર્જિયા અને અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર તેઓ સાથે પાર્ટીમાં જોવા મળે છે. તે બંનેને એકસાથે ઘણીવાર સ્પોટ પણ કરવામાં આવે છે. ખબર અનુસાર જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે વીતાવ્યો હતો.ખબરોની માનીએ તો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે. તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે.

આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શ્રેયસ તલપડે જોવા મળશે. આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદ તે અરબાઝ ખાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે. જોર્જિયાનું થોડા સમય પહેલા જ એક ગીત રિલિઝ થયુ છે, “રૂપ તેરા મસ્તાના”. આ ઓરિજિનલ ગીતને કિશોર કુમારે ગાયુ છે. જોર્જિયાના ઇન્સ્ટાગ્રામ પર 4 લાખ 67 હજાર ફોલોઅર્સ છે.

Shah Jina