અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયાએ શરીરના આ ભાગ પર ટેટુ કરાવીને દેખાડ્યું, વાયરલ થઇ દિલકશ તસવીરો

સલમાન ખાનના ભાઈની જુવાન ગર્લફ્રેન્ડે એવી જગ્યાએ દોરાવડાવ્યું ટેટ્ટુ કે જોઈને શરમ આવી જશે

બોલિવૂડ સ્ટાર્સના અફેર હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ખાસ કરીને જ્યારે કોઈ મોટા અને પ્રખ્યાત પરિવારની વાત આવે છે ત્યારે આવા સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ જતા હોય છે. અરબાઝ ખાન અને તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની કોઈકને કોઈક કારણોસર ચર્ચામા રહેતા હોય છે.

ધીરે ધીરે હિન્દી સિનેમામાં પોતાનું સ્થાન બનાવી રહેલી જોર્જિયા એન્ડ્રિયાની પોતાની બોલ્ડનેસ દ્વારા સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. તેમજ જોર્જિયા પેપરાજીની ફેવરિટ સેલિબ્રિટીમાં શામેલ છે. આ જ કારણ છે કે તે જ્યાં પણ જાય છે ત્યાં તેની તસવીરો કેમેરામાં કેદ થઇ જાય છે.

જ્યારે પણ જોર્જિયા તેના ઘરની બહાર આવે છે ત્યારે ફોટોગ્રાફરોની નજર તેમની ઉપર જ હોય છે. થોડા દિવસો પહેલા જ પેપિરાજી દ્વારા જોર્જિયાને એવા અંદાજમાં સ્પોટ કરી કે તેના ટેટૂ વિશે સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચાઓ શરૂ થઈ. જોર્જિયાના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

જોર્જિયા તેના ડોગ સાથે ફરવા નીકળી હતી. આ દરમિયાન તે બ્લેક ક્રોપ ટોપ અને બ્લુ જીન્સમાં દેખાઈ હતી. આ આઉટફિટમાં જોર્જિયા ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર લાગી રહી હતી. તેમજ તેની કમર પર બનાવેલ ટેટૂએ દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. જોર્જિયાના આ ટેટૂમાં અંગ્રેજી અક્ષર L જોવા મળ્યો હતો અને તેની આસપાસ ફૂલો દોરેલા જોવા મળ્યા હતા.

જોર્જિયાની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કોઈ જોર્જિયાને આ ટેટૂનો અર્થ પૂછી રહ્યું છે, તો કોઈ તેની સ્ટાઇલ પર ફિદા થતા દેખાઈ રહ્યું હતું. જોર્જિયા પોતાની બોલ્ડનેસ માટે પહેલાથી જ હેડલાઇન્સ બનાવી ચૂકી છે. તે ગ્લેમરસ ફોટોશૂટ દ્વારા તેના ચાહકોમાં ચર્ચામાં રહે છે.

અરબાઝ ખાને બુધવારે 4 ઓગસ્ટે જ પોતાનો 54મો જન્મદિવસ મનાવ્યો. આ દરમિયાન તેમની ગર્લફ્રેન્ડ અને મોડલ-અભિનેત્રી જોર્જિયા એંડ્રિયાનીએ તેમના માટે બર્થ ડે લંચ પ્લાન કર્યુ. બંનેની ઘણી તસવીરો અને વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તસવીરોમાં બંનેની જોડી ખૂબ જ સરસ લાગી રહી છે.

જોર્જિયા એન્ડ્રિયાનીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે અને અરબાઝ ખાનને બર્થ ડે વિશ કર્યુ છે. તેણે તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યુ છે કે, હેપ્પી બર્થ ડે અરબાઝ અને સાથે હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કર્યુ છે. જોર્જિયા દ્વારા જે તસવીર શેર કરવામાં આવી છે, તેમાં તેણે અરબાઝના ખભા પર માથુ રાખ્યુુ છે.

સોશિયલ મીડિયા પર જોર્જિયા અને અરબાઝ ખાનના લંચ ડેટની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. બંનેએ આ દરમિયાન ફોટોગ્રાફર્સને જોઇ ઘણી તસવીરો ક્લિક કરાવી હતી. જોર્જિયાએ તસવીર શેર કર્યા ઉપરાંત ઇન્સ્ટા સ્ટોરી પર વીડિયો પણ શેર કર્યા હતા, જેમાં જોઇ શકાય છે કે, અરબાઝ ખાન માટે મુંબઇના એક રેસ્ટોરન્ટમાં બર્થ ડે લંચ રાખવામાં આવ્યુ હતુ.

જોર્જિયા ની લેટેસ્ટ તસવીરોની વાત કરીએ તો તે તાજેતરમાં ખૂબ જ સુંદર અવતારમાં જોવા મળી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્લેક આઉટફિટમાં પોતાની તસવીરો શેર કરી હતી. તસવીરમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. જ્યોર્જિયાએ બ્લેક નેક બ્લાઉઝ અને દુપટ્ટો પહેર્યો હતો. જે તેની ઉપર ખુબ જ સુંદર દેખાઈ રહ્યું હતું.

Patel Meet