ટૂંકા ટૂંકા શોર્ટ્સ પહેરીને મુંબઈના રસ્તા પર જોવા મળી ખાનની ગર્લફ્રેન્ડ, 54 ખાન સાથે પરણશે આ અભિનેત્રી? જુઓ PHOTOS

બોલીવુડ અભિનેતા અને ફિલ્મમેકર અરબાઝ ખાન પોતાની પ્રોફેશનલ લાઇફ કરતા વધુ પર્સનલ લાઈફને લઇને ઘણો ચર્ચામાં બનેલા રહે છે.મલાઈકા અરોરા સાથેના છૂટાછેડા પછી અરબાઝ ખાન વિદેશી મોડલ અને અભિનેત્રી જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે.જોર્જિયા પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.

જોર્જિયા પોતાની ફિટનેસનું પણ પૂરતું ધ્યાન રાખે છે અને યોગા કે વ્યાયામ કરતી તસવીરો કે વીડિયો શેર કરતી રહે છે. જોર્જિયા પોતાના લુક્સ અને સ્ટાઇલને લીધે હંમેશા ચર્ચામાં બનેલી રહે છે જોર્જિયા હંમેશા શાનદાર અંદાજમાં પોતાની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેની દરેક સ્ટાઇલ લોકોને દીવાના બનાવી દે છે.

અમુક સમય પહેલા જ જોર્જિયાએ સમુદ્ર કિનારે મોનોકોની પહેરીને તસવીરો શેર કરી હતી જે ખુબ વાયરલ પણ થઇ હતી. જોર્જિયાએ પોતાના થાઈની પાછળ ટેટુ પણ બનાવી રાખ્યું છે જેને તે હંમેશા ફ્લોન્ટ કરતી જોવા મળે છે.ચાહકોનું પણ માનવું છે કે જોર્જિયા હોટનેસ, સુંદરતા અને સ્ટાઇલની બાબતમાં મલાઈકા અરોરાને જબરદસ્ત ટક્કર આપી રહી છે.

જણાવી દઈએ કે જોર્જિયાની ઉમર 30 વર્ષની છે અને અરબાઝ ખાન 54 વર્ષના છે. ઉંમરનું આટલું અંતર હોવા છતાં પણ ચાહકોને બંનેની જોડી ખુબ પસંદ આવી રહી છે.પાર્ટી કે ઇવેન્ટમાં પણ બંને એકસાથે જોવા મળે છે. ખાન પરિવારના દરેક ફંક્શનમાં પણ જોર્જિયા હાજર રહે છે. એવામાં તાજેતરમાં જ જોર્જિયા બાન્દ્રામાં એક સલૂનની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ સમયે જોર્જિયાએ ઓરેન્જ કલરનું શોર્ટ્સ અને લેમન નિયોન કલરનું ટોપ પહેરી રાખ્યું હતું. ગાડીમાંથી ઉતરતી વખતે તેની અદાઓ કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

મીડિયાને જોતા જોર્જિયાએ અલગ અલગ પોઝ પણ આપ્યા હતા અને વેવ પણ કર્યું હતું.જણાવી દઈએ કે જોર્જિયા બોલીવુડમાં આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે અને તે જલ્દી જ ફિલ્મોમાં અભિનય પણ કરી શકે તેમ છે.અમુક સમય પહેલા પણ જોર્જિયાએ કાતિલાના તસવીર પોતાના એકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં તેણે બ્લેક ટોપ અને સ્કર્ટ પહેરી રાખ્યું હતું.આ લુક સાથે જોર્જિયાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને વાળમાં ફૂલ પણ લગાવી રાખ્યું હતું.

અન્ય એક તસવીરમાં તે કૂલ સૂંઘતી પણ જોવા મળી રહી હતી. તસવીર શેર કરીને જોર્જિયાએ પુષ્પા સ્ટાઇલમાં ચાહકોને પૂછ્યું કે,’ફાયર કે ફ્લોરલ’.જોર્જિયાની આ તસવીર પણ ચાહકોએ ખુબ પસંદ કરી હતી અને કમેન્ટ્સનો વરસાદ કર્યો હતો. ચાહકો તેને બ્યુટીફૂલ, ગોર્જીયસ, હોટ વગેરે જેવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ફાયર અને હાર્ટ ઈમોજી પણ શેર કરી રહ્યા છે. જોર્જિયા હંમેશા અરબાઝ ખાન સાથે જોવા મળે છે અને બંને ઘણા સમયથી એકબીજાના રિલેશનમાં છે.જો કે તેઓ ક્યારે લગ્ન કરશે તેની બંનેમાંથી કોઈએ પણ જાણકારી આપી નથી.

ખુબ ઓછા લોકો જાણતા હશે કે જોર્જિયા બોલીવુડમાં પણ કામ કરી ચુકી છે. જોર્જિયાએ  ફિલ્મ શ્રીદેવી બંગલોમાં આઈટમ સોન્ગ કર્યું છે, જો કે ફિલ્મની  ઘોષણા થતા જ તે વિવાદોમાં રહી હતી અને ફિલ્મની શૂટિંગ ક્યાં સુધી થઇ છે અને તે ક્યારે રિલીઝ થશે તેની કોઈ જાણકારી મળી નથી.

Krishna Patel