મલાઈકાને ટક્કર આપી રહી છે અરબાઝ ખાનની ગર્લફ્રેંડ, નાનું ટોપ પહેરીને એરપોર્ટ પર એબ્સ ફ્લોન્ટ કરતી દેખાઈ

નસીબ હોય તો ભાઇજાનના ભાઈ જેવા…54 વર્ષે પણ જુવાન યુવતી સાથે ચાલી રહ્યું છે ચક્કર..ફિગરમાં છે નંબર 1

મલાઈકા અરોરા ફિટનેસ અને જીમ લુકના બાબતે માસ્ટર માનવામાં આવે છે. જોકે તેના પૂર્વ પતિ અરબાઝ ખાનની ગર્લફ્રેંડ જોર્જિયા એન્ડ્રિયાની પણ મલાઈકાને ખુબ જ જોરદાર ટક્કર આપે છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ જોર્જિયાના એરપોર્ટ લુકમાં જોવા મળ્યું હતું જેમાં તે ટોપ પહેરીને તેના ટોન્ડ મિડ્રિકને ફ્લોન્ટ કરતી દેખાઈ હતી. જોર્જિયાનો લુક એવો હતો કે તે મલાઈકાની સાથે બીજી બીટાઉન બલાઓને પણ ટક્કર આપી રહી હતી.

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જોર્જિયાએ ગાડીમાંથી ઉતરતા ફૂલ સ્ટાઈલમાં એન્ટ્રી કરતી દેખાઈ હતી અને ત્યાં ઉભેલા પેપરાજીને પોઝ આપ્યા હતા. આ ગોર્જીયસ લેડી ક્યાં જઈ રહી છે તે હજી સુધી ખબર પડી નથી પરંતુ જોર્જિયાએ ટ્રાવેલ પ્રમાણે ઍથ્લીજર લુક પસંદ કર્યો હતો જે આ દિવસોમાં ફેશન ટ્રેંડમાં છવાયેલો છે.

જોર્જિયાએ ગ્રીન કલરનું ટ્રેક પેન્ટ પહેર્યું છે. આ પેન્ટને જોર્જિયાએ સ્પોર્ટ્સવિઅર અપૈરલ બનાવવા વાળી કંપની એડિદાસથી લીધું હતું. તેણે લોઅરની સાથે સફેદ કલરનું ટોપ પહેર્યું હતું. ક્રોપ ટોપમાં હાઈનેક અને હાફ સ્લીવ્સ હતી. તેના આ કપડાંની સાથે જોર્જિયાએ સફેદ કલરના સ્પોર્ટ શૂઝ પહેર્યા હતા. તેમજ જોર્જિયાના હાથ પર એપલની સ્માર્ટ વોચ પણ દેખાઈ રહી છે.

આ આઉટફિટ પહેરીને જોર્જિયા પોઝ આપતી તેના એબ્સને ફ્લોન્ટ કરતી દેખાઈ હતી જેના કારણે આ લુક સ્ટાઇલની સાથે ફિટનેસ ગોલ્સ પણ આપતી પણ નજર આવી રહી છે. જોર્જિયા અરબાઝ કરતા ઉંમરમાં 22 વર્ષ નાની છે. અરબાઝ ખાન હાલ 54 વર્ષનો છે જ્યારે જોર્જિયા માત્ર 32 વર્ષની છે.

બંન્ને પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકસાથે જોવા મળે છે. જો કે અરબાઝ સાથે રિલેશનમાં આવતા પહેલા પણ જોર્જિયા સલમાન ખાનની ખુબ મોટી ફેન હતી. સલમાનની ફિલ્મો જેવી કે મેને પ્યાર કિયા, દબંગ, સુલતાન તેની પ્રિય ફિલ્મો છે. જોર્જિયા ઈટલીની રહેનારી મૉડલ અને અભિનેત્રી છે અને એક બેસ્ટ ડાન્સર પણ છે. વર્ષ 2017માં આવેલી ફિલ્મ ‘ગેસ્ટ ઈન લંડન’માં તે આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે. હાલ તે મુંબઈમાં અરબાઝે ભેટમાં આપેલા એક ફ્લેટમાં રહે છે.

જોર્જિયા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની હોટ તસ્વીરો અને ડાન્સ કરતા વિડીયો શેર કરતી રહે છે. દરેક તસ્વીરમાં તેનો અંદાજ એકદમ કાતિલાના હોય છે અને ચાહકોને લુભાવનારો હોય છે. જોર્જિયાનું એકાઉન્ટ પણ તેની ગ્લેમરસ તસ્વીરોથી ભર્યું પડ્યું છે.

Patel Meet