અરબાઝ ખાનની હોટ હોટ ગર્લફ્રેન્ડ જોર્જિયાએ શેર કર્યો ગજબનો વીડિયો, જોવા મળ્યા અલગ અલગ અવતાર

અરબાઝ ખાનથી 23 વર્ષ નાની ગર્લફ્રેન્ડ ઉપડી ફરવા, ખુબસુરત તસવીરો જોઈને મોહિત થઇ જશો

બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં છે. અરબાઝ ખાન આ દિવસોમાં ઈન્ટરનેશનલ મોડલ જોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે. બીજી તરફ, જોર્જિયા એન્ડ્રિયાની પણ તેની સુંદરતા અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ઘણી ફેમસ છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની ઈન્સ્ટાગ્રામ પર ઘણી જ એક્ટિવ રહે છે. તે તેના ચાહકોથી વધુ અંતર સહન કરી શકતી નથી કારણ કે તે તેના ચાહકો સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે છે. તે અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

જોર્જિયા એન્ડ્રિયાની જેણે હંમેશા તેના આકર્ષક વ્યક્તિત્વ અને આકર્ષક દેખાવથી ચાહકોવા હૃદયને ધડકાવ્યું છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે અલગ અલગ અવતારમાં જોવા મળી રહી છે. મૉડલિંગ અને પોતાના ગ્લેમરસ લુકથી હેડલાઇન્સ બનાવનારી જોર્જિયા એન્ડ્રિયાની તેના સોશિયલ મીડિયા પોસ્ટર માટે હેડલાઇન્સમાં રહે છે.

જોર્જિયા એન્ડ્રિયાની પણ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથેના તેના સંબંધોના સમાચારોને લઈને હેડલાઈન્સમાં રહે છે. બંનેને ઘણી વખત એકસાથે સ્પોટ કરવામાં આવે છે. જોર્જિયા એન્ડ્રિયાની બોલિવૂડથી લઈને સાઉથની ફિલ્મોમાં નસીબ અજમાવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ ફિલ્મ તેના હાથમાં નથી આવી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, જોર્જિયા એન્ડ્રિયાની તાજેતરમાં “લિટલ સ્ટાર” માં શહેનાઝ ગિલના ભાઈ શહેબાઝની સામે ગીતમાં જોવા મળી હતી.

અભિનેત્રી આ વર્ષે શ્રેયસ તલપડે અભિનીત ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર” થી બોલિવૂડમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. અભિનેત્રી એક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળશે, જેની ડિટેઇલ્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.

જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે. તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદ તે અરબાઝ ખાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે. જોર્જિયાનું થોડા સમય પહેલા જ એક ગીત રિલિઝ થયુ છે, “રૂપ તેરા મસ્તાના”. આ ઓરિજિનલ ગીતને કિશોર કુમારે ગાયુ છે.

તમને જણાવી દઈએ કે જોર્જિયા એન્ડ્રિયાની અને અરબાઝ ખાનની ઉંમરમાં 22 વર્ષનો તફાવત છે. અરબાઝ ખાન 54 વર્ષનો છે જ્યારે જોર્જિયા એન્ડ્રિયાની માત્ર 32 વર્ષની છે. જોર્જિયા તેના હોટ અને બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. જોર્જિયા એન્ડ્રિયાની અને અરબાઝ ખાન ઘણીવાર સ્ટાર પાર્ટી અને ઈવેન્ટ્સમાં એકબીજા સાથે જોવા મળે છે. આ સાથે જ બંનેને એકબીજા સાથે વેકેશન સેલિબ્રેટ કરવાનો પણ ખૂબ શોખ છે.

જોર્જિયા એન્ડ્રિયાની તેની બોલ્ડ સ્ટાઈલના લીધે સોશિયલ મીડિયા પ્રભુત્વ ધરાવે છે. જોર્જિયા એન્ડ્રિયાની અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ તરીકે દેશભરમાં ફેમસ છે. જોર્જિયા પોતાની હોટનેસની સાથે અરબાઝ ખાન સાથેની તેની શાનદાર કેમેસ્ટ્રીને કારણે પણ ચર્ચામાં છે. અરબાઝે જોર્જિયા સાથેના સંબંધોને લઈને એક મોટી વાત કહી હતી. તેમણે કહ્યુ હતુ કે, તેની એક અલગ જ ઓળખ છે.

તે એક મહાન ઇટાલિયન મોડલ અને ડાન્સર છે, પરંતુ તેને માત્ર મારી ગર્લફ્રેન્ડના નામથી ઓળખવી ખોટી છે.હું એવા લોકોના નામ લેવાનો નથી જેઓ સતત ‘અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ’ લખે છે. તેની પોતાની એક ઓળખ છે. તમે તેને ‘અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ’ ના કહી શકો. એવું ન કરવું જોઈએ. હા, અત્યારે તે મારી લાઈફમાં છે, અમે બંને સાથે છીએ પણ આ જ તેની ઓળખ નથી.

Shah Jina