ભારે નસીબદાર છે હો સલમાન ખાનનો ભાઈ, 22 વર્ષ નાની ગર્લફ્રેન્ડનું ફિગર જોઈને ભલભલા બેકાબુ થવા લાગશે

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ  જોર્જિયા એન્ડ્રિયાની સુંદર હોવાની સાથે સાથે ખૂબ જ બોલ્ડ પણ છે, જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ મીડિયાથી ક્યારેય છુપાવ્યું નથી કે તે અરબાઝ ખાનને ડેટ કરી રહી છે. જો કે તેણે અરબાઝ ખાન સાથે લગ્ન વિશે પણ મૌન તોડ્યું નથી. હાલમાં બંને લગ્ન કરવાના મૂડમાં નથી.

જોર્જિયા એન્ડ્રિયાની અવારનવાર તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર હોટ અવતારમાં શોટ્સ પહેરીને ઘણી બધી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જોર્જિયા ખૂબ જ બોલ્ડ  લુક આપતી જોવા મળી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. તસવીરોમાં જોર્જિયા તેની ટોન્ડ બોડીને અદભૂત રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી  છે.

એવામાં તાજેતરમાં જ જોર્જિયાએ પોતાની સેલ્ફી શેર કરીને સનસની મચાવી દીધી છે. આ સેલ્ફીમાં જોર્જિયાના હોટ અવતારે લોકોના દિલની ધડકન વધારી દીધી છે. સામે આવેલી તસ્વીરમાં જોર્જિયાએ બ્રાઉન ડ્રેસ પહેર્યો છે અને સાથે લાઈટ મેકઅપ પણ કર્યો છે. જોર્જિયાએ ગળામાં નેકલેસ પણ પહેર્યો છે, જેમાં તેની સુંદરતા અનેક ગણી વધી રહી છે.

જોર્જિયાનો આ ડ્રેસ આગળથી એટલો ડીપ હતો કે તેની હોટનેસ ઉભરાઈ રહી છે. તસવીર પરથી લાગી રહ્યું છે કે જોર્જિયાએ કારમાં બેસીને પોતાની સેલ્ફી લીધી છે. ચાહકોએ જોર્જિયાની આ તસ્વીર ખુબ પસંદ કરીછે અને તેની તસ્વીર પર સો હોટ, ગોર્જીયસ, બ્યુટીફૂલ, જેવી કમેન્ટ્સ કરી છે અને સાથે જ ફાયર અને આગ ઈમોજી પણ પોસ્ટ કરી છે.

જોર્જિયાએ તેની થાઈ પર એક મોટું ટેટૂ કરાવ્યું છે. અભિનેત્રી ઘણીવાર ફિગર ફ્લોન્ટ કરતી વખતે જોવા મળે છે. ચાહકોને જોર્જિયાનું આ ટેટૂ ખૂબ પસંદ આવી રહ્યુ છે. જોર્જિયા 30 વર્ષની છે જ્યારે અરબાઝ ખાન 54 વર્ષનો છે. ઉંમરમાં આટલું મોટું અંતર હોવા છતાં ચાહકોને આ જોડી ખૂબ પસંદ આવે છે. મોટાભાગે જોર્જિયા અને અરબાઝ તમામ ઈવેન્ટ્સ અને પાર્ટીઓથી લઈને વેકેશન સુધી સાથે મસ્તી કરતા જોવા મળે છે

ફેશનિસ્ટ હોવા ઉપરાંત જોર્જિયા એન્ડ્રિયાની એક એન્ટરટેનર પણ છે. સાથે જ તે પોતાની ફિટનેસને લઈને પણ ખૂબ જ સજાગ રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે જલ્દી જ શ્રેયસ તલપડે સાથેની ફિલ્મ ‘વેલકમ ટુ બજરંગપુર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. જોર્જિયા એન્ડ્રિયાની ડિજિટલ સ્પેસમાં એક ઓળખ બનાવવા માંગે છે. તે ધીમે ધીમે લોકપ્રિયતાની ટોચ તરફ આગળ વધી રહી છે. તેણે સાઉથ વેબ સિરીઝ ‘કેરોલિન કામાક્ષી’થી ડિજિટલ સ્પેસમાં ડેબ્યૂ કર્યું હતું.

જોર્જિયા પોતાની ફિટનેસને લઈને પણ ખૂબ જ સભાન છે અને અવાર નવાર વર્કઆઉટ કરતા વિડીયો અને તસવીરો પણ શેર કરે છે. માનવામાં આવી રહ્યું છે કે ખાન પરિવારે જોર્જિયાને એક્સેપ્ટ કરી લીધી છે અને ખાન પરિવારની દરેક ઇવેન્ટ કે પાર્ટીમાં જોર્જિયા હાજર રહે છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે. તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદથી અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી જોર્જિયાને ડેટ કરી રહ્યો છે. જોર્જિયાનું થોડા સમય પહેલા જ એક ગીત રિલિઝ થયુ હતુ, “રૂપ તેરા મસ્તાના”.

જોર્જિયા એન્ડ્રિયાની શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝ બાદશાહ સાથે “લિટલ સ્ટાર” ગીતમાં જોવા મળી હતી.આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.

Krishna Patel