મનોરંજન

દુબઈની અંદર ઊંટની સવારી કરતી જોવા મળી અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ, ન પહેરવાનું પહેરી ઊંટ પર ચડી ગઈ જુઓ

દૂધ જેવી રૂપાળી છે સલમાન ખાનના ભાઈની નવી ગર્લફ્રેન્ડ, જુઓ દુબઈમાં કેવું એન્જોય કરી રહી છે

અભિનેત્રી મલાઈકા અરોડા સાથે ડિવોર્સ બાદ સલમાન ખાનના ભાઈ અભિનેતા અરબાઝ ખાનના અફેરની ખબરો જોર્જિયા એન્ડ્રિયાની સાથે આવી રહી છે. જોર્જિયા આ સમયે દુબઇની અંદર છે અને ત્યાંથી તે ઘણી તસવીરો અને વીડિયો શેર કરી રહી છે, ત્યારે હાલમાં જ તેનો ઊંટ સવારી કરતો વીડિયો સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોર્જિયા રણમાં ઊંટ ઉપર જોવા મળી રહી છે. આ દરમિયાન જોર્જિયાએ સફેદ રંગનું ખુબ જ બોલ્ડ આઉટફિટ પહેર્યું છે, જેમાં તે ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે.

આ વીડિયો શેર કરવાની સાથે જોર્જિયાએ કેપશનમાં લખ્યું છે, “ઓ બેટા જી”. સોશિયલ મીડિયા ઉપર આ વીડિયોને હજારો લોકોએ નિહાળ્યો છે.

આ પહેલા પણ જોર્જિયાએ દુબઈમાંથી પોતાની ઘણી ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં તેનો બોલ્ડ અને સ્ટાઈલિશ અંદાજ જોવા મળી રહે છે.

જોર્જિયા સિંગર મિકા સિંહ સાથે એક આલ્બમ સોન્ગ રૂપ તેરા મસ્તાનામાં નજર આવી હતી, જેને લોકોએ ખુબ જ પસંદ કર્યું હતું. આવનારા દિવસોમાં તે અભિનેતા શ્રેયાંસ તલપડે સાથે બોલીવુડની અંદર ડેબ્યુ કરતી જોવા મળશે.