મલાઇકા અરોરાને પણ ટક્કર આપે છે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ, લેટેસ્ટ ફોટોશૂટમાં બતાવી એવી અદાઓ કે…

અરબાઝ ખાનથી 24 વર્ષ નાની ગર્લફ્રેન્ડનું ફિગર જોઈને મલાઈકા પણ ફિક્કી લાગશે…જુઓ હોટ ફોટોશૂટ

બોલિવુડ અભિનેતા અરબાઝ ખાન તેની પ્રોફેશનલ લાઇફથી વધારે તો તેની પર્સનલ લાઇફને લઇને વધારે ચર્ચામાં રહે છે. મલાઇકા અરોરા સાથે તેના છૂટાછેડા બાદ તે એક મોડલને ડેટ કરી રહ્યો છે, જે ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ છે. આ મોડલ બીજુ કોઇ નહિ પરંતુ જોર્જિયા એન્ડ્રિયાની છે. અરબાઝની ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે અને તે તેની હોટ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. મોડલ અને અભિનેત્રી જોર્જિયા એંડ્રિયાની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સતત તેની તસવીરો શેર કરતી રહે છે.

જોર્જિયાને ઘણીવાર પેપરાજી દ્વારા મોર્નિંગ વોક પર પણ સ્પોટ કરવામાં આવે છે. હાલમાં પણ જોર્જિયાની તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી છે. તે તેની શાનદાર અને આકર્ષક તસવીરોથી કારણે સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. તે બધા લુકમાં ઘણી જ ગ્લેમરસ લાગે છે. જોર્જિયા એક ઇટાલિયન મોડલ છે, કેટલાક સમય પહેલા જ તે ભારત આવી હતી.

હાલમાં જોર્જિયાએ થોડા સમય પહેલા જ તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે. તેણે ડાર્ક રેડ કલરનો ડ્રેસ પહેર્યો છે. જેમાં તેનો લુક બોલ્ડની સાથે સાથે ગોર્જિયસ પણ લાગી રહ્યો છે. જોર્જિયા બોલિવુડમાં કામ કરવા ઇચ્છે છે અને તેનું નામ પણ બનાવવા માંગે છે. જોર્જિયા અને અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર તેઓ સાથે પાર્ટીમાં જોવા મળે છે. તે બંનેને એક સાથે ઘણીવાર સ્પોટ પણ કરવામાં આવે છે. ખબર અનુસાર જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે વીતાવ્યો હતો.

ખબરોની માનીએ તો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે. તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શ્રેયસ તલપડે જોવા મળશે. આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.

જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે. તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદ તે અરબાઝ ખાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે. જોર્જિયાનું થોડા સમય પહેલા જ એક ગીત રિલિઝ થયુ છે, “રૂપ તેરા મસ્તાના”. આ ઓરિજિનલ ગીતને કિશોર કુમારે ગાયુ છે. જોર્જિયાના ઇન્સ્ટાગ્રામ પર 4 લાખ 67 હજાર ફોલોઅર્સ છે.

Shah Jina