55 વર્ષીય અરબાઝ ખાન આ દિવસોમાં તેના કરતા ઘણી નાની જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરવાને લઇને ચર્ચામાં છે. આ બંનેના સંબંધો ત્યારથી ચર્ચામાં છે જ્યારે અરબાઝે મલાઈકા અરોરાથી છૂટાછેડા લીધા હતા. અરબાઝ અને જોર્જિયા વચ્ચે ઉંમરનું અંતર વધારે હોવા છતાં પણ બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે. ખાસ વાત એ છે કે અરબાઝની ગર્લફ્રેન્ડ સિવાય જોર્જિયા તેની બોલ્ડ ઈમેજ માટે પણ જાણીતી છે. જોર્જિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
હાલમાં જ જોર્જિયાએ સોશિયલ મીડિયા પર એવો બોલ્ડ વીડિયો શેર કર્યો છે જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી પોતાની સુંદરતાનો જાદુ ચલાવતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં જોર્જિયા કેમેરાની સામે બ્રા પહેરીને એવી અદાઓ બતાવી રહી છે કે તેને જોઈને ચાહકોના કાબૂ બહાર થઈ ગયા છે. વીડિયોમાં જોર્જિયા પૂલ કિનારે તેના કિલર લુક્સને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. જ્યોર્જિયા (જ્યોર્જિયા એન્ડ્રિયાની) આ વીડિયોમાં બ્રા સાથે થાઈ સ્લિટ સ્કર્ટ પહેરી છે, જે ઉપર તરફ સરકી રહી છે અને કેમેરાની સામે પોઝ આપી રહી છે.
View this post on Instagram
આ વિડિયોમાં જોર્જિયાએ પોતાની સ્ટાઈલનો એવો જલવો બતાવ્યો છે કે તેને જોઈને ચાહકો પણ પોતાના દિલ હારી બેઠા છે. અભિનેત્રીએ આ વીડિયોમાં મેક-અપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. જોર્જિયાએ પોતે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. એક્ટ્રેસે પોતાની સ્ટાઈલનો આ વીડિયો શેર કરતાની સાથે જ ફેન્સ સતત કોમેન્ટ કરવા લાગ્યા. થોડા દિવસો પહેલા જોર્જિયા શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝના ગીતના લોન્ચિંગ દરમિયાન પહોંચી હતી. આ દરમિયાન જોર્જિયાએ શહનાઝ સાથે કેમેરા સામે ખૂબ ડાન્સ કર્યો હતો.
View this post on Instagram
આ દરમિયાન જોર્જિયા ડીપ નેક બ્રાલેટ સ્ટાઈલ ટોપ પહેરીને પહોંચી હતી. જણાવી દઇએ કે, જોર્જિયા તેની ફિટનેસ માટે પણ ખૂબ પ્રખ્યાત છે. જોર્જિયા અને અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર તેઓ સાથે પાર્ટીમાં જોવા મળે છે. તે બંનેને એકસાથે ઘણીવાર સ્પોટ પણ કરવામાં આવે છે. ખબર અનુસાર જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે વીતાવ્યો હતો.ખબરોની માનીએ તો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે.
View this post on Instagram
તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે.આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શ્રેયસ તલપડે જોવા મળશે. આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે.તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદ તે અરબાઝ ખાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે.
View this post on Instagram