બાર્બી ડોલની જેમ રેડી થઇ સલમાન ખાનના ભાઈની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની, ક્યુટ લુકથી જીત્યુ ચાહકોનું દિલ- જુઓ તસવીરો અને વીડિયો

ઉફ્ફ્ફ્ફ શું ફિગર છે આનું…. ગરમા ગરમ….હોટ ગુલાબી લૂકમાં જોર્જિયા છવાઈ, Video જોઈ થઈ જશો ફિદા

Giorgia Andriani In Bubblegum Pink Bralette And Mini Skirt : 21 જુલાઈ 2023ના રોજ રીલિઝ થયેલી ફિલ્મ Barbieને લઈને આખું બોલિવૂડ ઉત્સાહિત હતુ ત્યારે આ તાવ જંગલની આગની જેમ ફેલાયો અને ઇન્ડસ્ટ્રી બોલિવૂડના ટ્વિસ્ટ સાથે બાર્બી બેન્ડવેગન પર કૂદી રહી છે. ગુરુવારે એક ખાસ બાર્બી પ્રીમિયર નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સમગ્ર ટિન્સેલટાઉન ઉમટી પડ્યું હતું. સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટમાં ઘણી હસીનાઓએ હાજરી આપી હતી.

આ દરમિયાન મોડેલ-અભિનેત્રી જોર્જિયા એન્ડ્રિયાનીએ પણ પોતાનો ચાર્મ ફેલાવ્યો હતો. તે આઉટફિટ બાર્બી થીમ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતી હતી, અરબાઝ ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ જોર્જિયાએ એક પરફેક્ટ બાર્બી લુક કેરી કર્યો હતો, જ્યાં તેણે પિંક મીની સ્કર્ટ સાથે પ્લંગિંગ નેકલાઇન ટોપ પહેર્યું હતું. આ સાથે તેણે મેકઅપ અને એસેસરીઝ સાથે લુક કંપલીટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અરબાઝ ખાન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહેલી ઈટાલિયન અભિનેત્રી જોર્જિયા એન્ડ્રિયાની તેની તસવીરોથી ફેન્સના દિલની ધડકન વધારી દેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તેના ફોટોશૂટ ચાહકો સાથે શેર કરતી રહે છે. જોર્જિયા અવાર નવાર સોશિયલ મીડિયા પર ડીપ નેક ડ્રેસ અને બોલ્ડ ફોટોશૂટ કરી ચાહકોને પણ પરસેવાથી રેબઝેબ કરી દે છે.

ત્યારે જિમ લુક હોય કે વેસ્ટર્ન લુક, ચાહકો જોર્જિયાની દરેક સ્ટાઇલ પર પ્રેમ વરસાવે છે. જણાવી દઇએ કે, જોર્જિયા એન્ડ્રિયાનીનું બોલિવૂડના ખાન પરિવાર સાથે ખાસ જોડાણ છે. અભિનેત્રી ઘણીવાર મીડિયામાં અરબાઝ ખાન સાથે જોવા મળે છે. રિપોર્ટ્સ અનુસાર, જોર્જિયા અને અરબાઝ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

ઈટાલિયન મોડલ જોર્જિયા એન્ડ્રિયાની એક સફળ મોડલ છે અને હવે તે એક્ટિંગની દુનિયામાં પણ પગ મુકવા જઈ રહી છે. અભિનેત્રી આ દિવસોમાં ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે. જોર્જિયા ટૂંક સમયમાં જ શ્રેયસ તલપડે સાથે ‘વેલકમ ટુ બજરંગપુર’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

Shah Jina