ખબર ફિલ્મી દુનિયા

શું ફરીથી પિતા બનશે કપિલ શર્મા? બીજી વાર પ્રેગ્નેન્ટ છે પત્ની ગિન્ની ચતરથ

કોમેડી કિંગ કપિલ શર્માને લઈને એક ખુશખબરી આવી રહી છે. કપિલના પરિવારમાં ફરી એક વાર નાનું મહેમાન આવવાનું છે. કપિલ ફરી એક વાર પિતા બનશે. આટલું જ નહીં કોમેડિયન કપિલ શર્મા પણ મુંબઈ પહોંચી ગયો છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ કપિલના એક સૂત્રએ જણાવ્યું હતું કે, પત્ની ગિન્ની ચતરથ બીજી વાર પ્રેગનેન્ટ છે. જાન્યૂઆરી 2021માં બાળકને જન્મ આપશે. પરિવારના બાકીના સભ્યો પણ જલ્દી જ મુંબઈ આવી જશે. હાલ તો કપિલને એક 11 મહિના દીકરી છે. જેનું નામ અનાયરા શર્મા છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Is Love ❣️ (@kapil.is.love)

તાજેતરમાં, કપિલની સ્ટાર મિત્ર ભારતી દ્વારા કરવા  ચોથ પ્રસંગે એક ઇન્સ્ટાગ્રામ લાઇવ કરવામાં આવ્યું હતું. ભારતીના લાઈવના એન્ડમાં ગિન્નીની એક ઝલક દેખાડી હતી જેમાં તેનો બેબી બમ્પને નજરે આવ્યો હતો. ગિન્ની કેટલાક લોકો સાથે કરવા ચોથની ઉજવણી કરી રહી હતી. જોકે, આ ખુશખબરી અંગે કપિલ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તે જોવું રહ્યું કે કપિલ ગિન્નીની ડિલિવરી પહેલા આ ગુડ ન્યૂઝ શેર કરશે કે પછી.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

જો આ ખબર સાચી હશે તો કપિલ અને ગિન્નીનું આ બીજું બાળક હશે. બંનેને પહેલા એક દીકરી છે. જેનું નામ અનાયરા રાખ્યું છે. અનાયરા ડિસેમ્બરમાં એક વર્ષની થશે.અનાયરાનો જન્મ 10 ડિસેમ્બરે થયો હતો. આ સિવાય 12 ડિસેમ્બરે કપિલ શર્મા અને ગિન્ની ચતરથ તેની બીજી વેડિગ એનિવર્સરી સેલિબ્રેટ કરશે. કપિલ શર્મા દિવાળી પહેલા ગોલ્ડન ટેમ્પલ ગયા હતા. કપિલ શર્માએ ગોલ્ડન ટેમ્પલથી પોતાની એક તસ્વીર પણ શેર કરી હતી, જે વાયરલ થઈ હતી.