રસોઈ હેલ્થ

ઠંડીમાં ગરમાવો આપશે, શિયાળામાં બનાવો ગોળ અને સૂંઠના લાડુ, સ્વાદમાં છે બેસ્ટ, ઇમ્યુનીટી વધારશે આ રીતે બનાવો

શિયાળાની શરૂઆત થતા જ લોકો ઘરની અંદર વિવિધ વાનગીઓ બનાવવાની શરૂઆત કરી દે છે. શિયાળામાં ખાસ ઘરની અંદર વસાણું બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આજે અમે તમને એવી જ એક સ્વાસ્થ્ય વર્ધક વાનગી ગોળ અને સૂંઠના લાડુ બનાવતા શીખવીશું. જે આ શિયાળામાં તમારા સ્વાસ્થ્યને  વધુ મજબૂત બનાવવાનું કામ કરેશે.


ગોળ અને સૂંઠના લાડુ બનાવવાની સામગ્રી:

  • 250 ગ્રામ ગોળ
  • 100 ગ્રામ મેથી દાણા
  • 25 ગ્રામ ગુંદર
  • 25 ગ્રામ મખાના
  • 200 ગ્રામ ઝીણા કાપેલા સુકામેવા (કાજુ, બદામ અને પિસ્તા)
  • 3 મોટી ચમચી ખસખસના દાણા
  • 500 ગ્રામ ઘી
  • 200 ગ્રામ નારિયેળનું છીણ
  • 1 નાની વાટકી સૂકી દ્રાક્ષ
  • 1 નાની કટોરી સૂંઠનો પાવડર


ગોળ અને સૂંઠના લાડુ બનાવવાની સામગ્રી:

  • એક કઢાઈની અંદર અડધું ઘી નાખીને થોડું ગરમ કરી લેવું
  • ત્યારબાદ તેમાં ગુંદર નાખીને સોનેરી થતા સુધી તળી લેવો. ધીમી આંચ ઉપર જો તમે ગુંદર તળશો તો સારી રીતે તળી શકાશે.
  • ગુંદર જ્યારે બરાબર તળાઈ જશે ત્યારે તે ફૂલી જશે. તળાઈ ગયા બાદ ગૂંદરને એક વાસણની અંદર કાઢી લેવો.
  • ત્યારબાદ કઢાઈમાં મખાના નાખીને તળી લેવા અને તેને પણ સોનેરી થતા સુધી તળી એક વાસણમાં કાઢી લેવા.
  • બારીક તોડેલા ગોળને પણ તેજ કઢાઇની અંદર નાખીને સામાન્ય ઢીલો થાય ત્યાં સુધી ગરમ કરી અને એક વાસણમાં કાઢી લેવો.
  • મખાના તળાઈ ગયા બાદ સૂકા મેવાને પણ ઘીમાં નાખીને સામાન્ય સોનેરી થતા સુધી શેકી લેવા.
  • સુકામેવા તળાઈ ગયા બાદ તેને ગોળમાં નાખીને ભેળવી લેવા.
  • આ રીતે સૂંઠના પાવડરને પણ સામાન્ય શેકી અને એક પ્લેટમાં કાઢી લેવો.
  • ત્યારબાદ તેમાં નારિયેળનું છીણ નાખીને સામાન્ય ભૂરું થતા સુધી શેકી લેવું અને તેને પણ એક વાસણમાં બહાર કાઢી લેવું.
  • ત્યારબાદ કઢાઈમાં ખસખસના દાણા નાખીને તેને સોનેરી થતા સુધી શેકીને કાઢી લેવા.
  • કઢાઇની અંદર એક ચમચી બીજું ઘી નાખીને સૂકી દ્રાક્ષ નાખી દેવી, તેને પણ સામાન્ય તળીને કાઢીલેવી અને ગેસ બંધ કરી દેવો.
  • ગુંદર અને મખાનાને અધકચરા કચડી લેવા.
  • બધી જ વસ્તુઓને એક મોટા વાસણમાં નાખી અને સારી રીતે મિક્સ કરી લેવી.
  • ત્યારબાદ બચેલું ઘી તેમાં સામાન્ય ગરમ કરી અને નાખી દેવું.
  • આ મિશ્રણથી તમને પસંદ પડે એ પ્રકારના લાડુ બનાવી શકો છો.
  • તૈયાર લાડુને એરટાઈટ ડબ્બ્બાની અંદર ભરીને રાખી લેવા.
  • રાત્રે એક લાડુ અને એક કપ દૂધ પીશો તો તમારું શરીર ઠંડીમાં પણ હેલ્દી રહેશે.


આ રેસિપી તમને કેવી લાગી, કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી આવી જ સ્વાદ સભર રેસિપી અમે તમારા માટે હરદમ લાવતા રહીએ.  શુદ્ધ ખાવ ! સ્વસ્થ રહો !!!