અજબગજબ

સુંદર ફોટોસની પાછળ આવી ચોંકાવનારી હકીકત હોય છે, 100% તમે પાછળના ફોટોસ નહિ જોયા હોય- ક્લિક કરી જુઓ 24 Photos

આ વાત સાથે ઘણા લોકો સંમત થશે કે કોઈ પણ વ્યક્તિને પ્રસિદ્ધ બનાવવામાં તેની તસ્વીરો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જો તમને પણ તસ્વીરો ક્લિક કરી કે કરાવવી ઘણી પસંદ છે તો આજે તામર માટે અમારી પાસે કઈંક ખાસ છે. જે જોઈને તમે ચોંકી પણ જશો અને તમને અચરજ પણ થશે. ઘણી તસ્વીરો જોઈને આપણને એવું લાગતું હોય છે કે કેટલી સરસ જગ્યા પર જઈને તસ્વીરો ક્લિક કરાવી છે. પણ આ તસ્વીરોની હકીકત પણ ખૂબ જ જુદી હોય છે.

સુંદર દેખાતા આ ફોટોગ્રાફ જો તમે એવું સમજતા હોય કે ખુબસુરત જગ્યાએ શૂટ થયા છે તો તમે ખોટા છો. જુઓ બધા જ ફોટોસ મજા પડી જશે. સામાન્ય રીતે આ ફોટોસ જોવામાં એટલા ખુબસુરત અને ગ્લોસી છે કે આપણે ફોટો પાછળની હકીકત વિશે ક્યારેય વિચારતા નથી. આવા ફોટો પાછળ ખુબ મહેનત લાગે છે. તો આખરે આ ફોટોગ્રાફરએ પોતાના Instagram માં Before and After ફોટોસ અપલોડ કર્યા જે આજકાલ ખુબ ચર્ચામાં છે.

બ્રાઝીલના ફોટોગ્રાફર Gilmar Silvaના આ ફોટોસ જોઇને દિલ ખુશ થઇ જશે –

1. પ્રેગ્નેન્ટ મહિલાની આ તસ્વીર એમ તો ખૂબ સુંદર દેખાય છે, પણ જુઓ, આ રીતે ક્લિક કરવામાં આવી છે આ તસ્વીર…2. ગિટારને એવી રીતે સેટ કરવામાં આવે છે કે ફોટોગ્રાફી સુંદર દેખાય, પછી એડિટિંગ ટૂલમાં આજુબાજુની ઇફેક્ટ આપવામાં આવે છે.3. બેબી બમ્પ ફોટોશૂટ: જંગલની ઝાડીઓમાં કરેલું ફોટોશૂટ હકીકતે કઈંક એવું હોય છે.4. દરિયા કિનારે કરેલું ફોટોશૂટ: તમે જોઈ શકો છો કે પાણીનો કલર આટલો બ્લુ ચોખ્ખો હોતો નથી પણ એડિટિંગ ટૂલમાં બધું સેટ કરવામાં આવે છે. 5. રોડ સાઈડ વરસાદમાં ફોટોગ્રાફી:6. બેબી બમ્પ: DSLR કે કેન્ડીડની મદદથી પાછળનો પોર્શન બ્લર કરવામાં આવે છે.7. What a beautiful picture …!!! ઉપરથી લેવામાં આવેલો ફોટો 8. આ ફોટો ખરેખર સ્વિમિંગ પુલમાં લેવામાં આવેલો છે પણ ફોટોગ્રાફી એડિટિંગ કરીને એવું બતાવે છે કે દરિયામાં કૂદતાં હોય એવું લાગે.9. સમુદ્ર કિનારે કપલ ફોટોગ્રાફી:
10. તમે જોઈ શકો છો કે સ્ટ્રીટ એટલી બધી સુંદર નથી જેટલી એડિટિંગ કરેલા ફોટોમાં દેખાય છે.
11. ઉપરના પિક્ચરમાં જોઈ શકો છો કે બાઇકને ઝાડનો સપોર્ટ આપવામાં આવ્યો છે. એડિટેડ ફોટોમાં ઝાડને હટાવી નાખીને નોર્મલ બેકગ્રાઉંડ સેટ કરવામાં આવેલું છે.
12. જમણી બાજુનો ફોટો જોતા એવું લાગે કે કોઈ જોરદાર જગ્યા હશે પણ ખરેખર આ ફોટો રોડ પરના ગંદા પાણી પાસે લેવામાં આવ્યો છે.13. ખેતરમાં લીધેલો આ ફોટોને બ્લર ઇફેક્ટ આપીને ઝૂમ કરી એકદમ સુંદર રીતે પ્રેઝન્ટ કર્યો છે..14. એક ફૂલને આડું રાખીને આ સુંદર ફોટોગ્રાફી કરેલી છે.
15. લાજવાબ: બેકગ્રાઉન્ડ ઈફેક્ટ અટ્રૅક્ટિવ આપીને બંને વ્યક્તિઓને હટાવી દેવામાં આવ્યા.16. બેબી બમ્પ ફોટોગ્રાફી:17.ખેતરમાં તળાવ પાસે કરેલી આ ફોટોગ્રાફી રિયલ આવી રીતે શૂટ કરવામાં આવે છે.
18. જબરદસ્ત હો પણ…
19. ચાઈલ્ડ બેબી ફોટોગ્રાફી:
20. બેકગ્રાઉન્ડમાં એવી રીતે ઈફેક્ટ આપવામાં આવી છે કે પાછળનું બ્લર કરી નાખ્યું જેથી રિયલ ઓબ્જેક્ટ હાઇડ થઇ જાય અને ફોટો એટ્રેક્ટિવ લાગે.
21. રિયલમાં જોઈએ તો બેકગ્રાન્ડ ઘણું ખરાબ છે પણ ફોટોમાં એકદમ પીળા અને કેસરી કલરનો શેડો આપવામાં આવ્યો છે જેથી ફોટો એકદમ Elegant લાગે છે. 22. Eveningમાં લેવાયેલો આ ફોટોને એડિટિંગમાં ઈફેક્ટ આપી દીધી.
23. પાછળ આવી લાઇટિંગ રાખી જેના લીધે આવી ઈફેક્ટ આવી.24. દરિયા કિનારે લેવામાં આવેલી આ પ્રેગ્નેન્ટ કપલની તસ્વીર એડિટિંગ પછી કેટલી સુંદર દેખાય છે.
એટલે મિત્રો, આપણને જે દેખાતું હોય છે એ હકીકતે હોતું નથી અને હકીકતે જે હોય છે એ આપણને દેખાતું નથી. જેમ તસ્વીરને જોઈને એ ન જાણી શકાય કે આ તસ્વીરમાં દેખાતી વ્યક્તિનો સ્વભાવ કેવો છે એમ એ પણ જાણી ન શકાય કે આ તસ્વીર પાછળ કેટલી મહેનત લાગી હશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.