બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન બીજી વાર માતા બનવા જઈ રહી છે. ચાહકો તેના બીજા બાળકના સ્વાગતને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. સોશિયલ મીડિયા પર એવી ખબર આવવાની શરૂ થઇ ગઇ છે કે કરીના હોસ્પિટલમાં એડમિટ છે અને કયારેય પણ તેના બીજા બાળકને જન્મ આપશે. જો કે, કરીનાની સતત અપડેટ થઇ રહી સોશિયલ મીડિયા પોસ્ટ અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પરથી કહી શકાય કે, કરીના પોતાના ઘરે જ છે.
કરીના કપૂર હવે જલ્દી જ તેના બીજા બાળકને જન્મ આપશે. બાળકને લઇને કપૂર પરિવાર અને પટૌડી પરિવાર બંને ખૂબ જ એક્સાઇટેડ છે. કરીનાની ડિલીવરી પહેલા જ તેના બીજા બાળક માટે ખૂબ જ ગિફ્ટ્સ આવવાના શરૂ થઇ ગયા છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, કરીનાના ઘરે ગિફ્ટ્સ આવી રહ્યા છે. કરીનાનો સ્ટાફ આ મોટા મોટા ગિફ્ટ્સ લઇ જતા જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઇએ કે, કરીના કપૂર ખાન વેલેન્ટાઇન વીકમાં તેના બીજા બાળકને જન્મ આપવાની હતી પરંતુ તે જયારે ક્લિનિકથી સ્માઇલ સાથે બહાર આવી તો તેના ચહેરાએ ઘણી વસ્તુઓ કહી દીધી હતી.

કરીનાનો પરિવાર ઘરે નવા મહેમાનના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યો છે. હાલમાં જ કરીના નવા ઘરમાં પણ શિફટ થઇ છે. તમને જણાવી દઇએ કે, કરીના કપૂર અને સૈફ અલી ખાનનો એક દીકરો તૈમુર છે અને કરીના હવે તેના બીજા બાળકને જન્મ આપવાની છે. તૈમુરને ચાહકોએ ઘણો પ્રેમ આપ્યો છે અને તે હવે બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંનો એક છે. તૈમુરના નામે આજે ઘણા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ છે.
View this post on Instagram